સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ૧૨ કલાકમાં ૨૭ સેમીનો વધારો

0
12

ગાંધીનગર,તા.૧૪
સરદાર સરોવર નર્મદા ડેમ પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ૧૨ કલાકમાં ૨૭ સેમીનો વધારો થયો છે. સતત પાણીની આવકને કારણે ડેમનું જળસંકટ દૂર થતું દેખાઇ રહ્યુ છે.
હાલ સરદાર સરોવર ડેમની સપાટી ૧૧૦.૧૫ મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ૧૭૬૫૦ ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટી વધી છે. સાંજ સુધીમાં તે વધતાં IBPT ટનલ બંધ કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ડેમમાં ૩૬૩૧.૫૧ દ્બષ્ઠદ્બ પાણીનો જથ્થો છે. ચાલુ વર્ષે ૧૩૦ મીટર સુધી ડેમ લેવલ પહોંચવાની શક્યતા છે.
હાલ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર ઈનિંગ ચાલી રહી છે. હવમાન વિભાગે ગુજરાતમાં વરસાદ વરસાવતી સિસ્ટમ વધુ મજબૂત થતા આગામી ૨૪ કલાકમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ૧૫-૧૬ જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સિસ્ટમ થઈ વધુ મજબૂત થતા માછીમારોને પણ આગામી ૨૪ કલાક દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY