સુરતમાં જંગલરાજ ; કાલેજ જઈ રહેલા યુવાનની ચાકુના ઘા મારી કરપીણ હત્યા

0
9

સુરત,તા.૧૪
સુરતમાં આજરોજ સવારનાં સમયે કોલેજ જવા નીકળેલા એક વિદ્યાર્થીની કૈલાષનગરમાં હત્યા કરી દેવામાં આવી છે. બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સો ચાકુના ઘા મારી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતનાં તક્ષેશ્વર નગરમાં રહેતા પવાર પરિવારનો એકનો એક દીકરો સમાધાન પવાર કોલેજમાં અભ્યાસ કરતો હતો. સાથે પાર્ટટાઈમ કામધંધો કરીને પરિવારમાં મદદરૂપ થતો હતો. આજરોજ તે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ નિકળ્યો હતો. જે કૈલાષ નગર વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ઉપર આવેલા અજાણ્યા યુવકોએ તેને રોક્યો હતો. તેની સાથે વાત કર્યા બાદ અજાણ્યા શખ્સોએ તેને ચાકુના ઉપરા છાપરી ઘા મારી દેતાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY