ઈતિહાસમાં પ્રથમ વાર ; તિરુપતિ બાલાજી મંદિર છ દિવસ માટે બંધ રહેશે

0
30

અમરાવતી,તા.૧૫
ઈતિહાસમાં પહેલી વખત ભગવાન વેંકટેશ્વરના આ મંદિરને સતત ૬ દિવસ માટે બંધ કરવામાં આવી રહ્યુ છે. ૯ ઓગસ્ટની સાંજે ૬ વાગ્યાથી લઈને ૧૭ ઓગસ્ટની સવાર સુધી ૬ વાગ્યા સુધી આ પ્રસિદ્ધ મંદિર બંધ રહેશે. મંદિર પ્રશાસને આ નિર્ણય રવિવારે થયેલી એક વિશેષ બેઠકમાં લીધો છે. મંદિર પ્રશાસને આ નિર્ણયથી તીર્થયાત્રીઓને થોડી મુશ્કેલી પડી શકે છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે આવો નિર્ણય મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન કરવા માટે લેવામાં આવ્યો છે જે દર ૧૨ વર્ષ પછી આવે છે. જાણકારો અનુસાર આ અનુષ્ઠાન દરમ્યાન માત્ર પુજારીઓને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ હશે જે મંદિરની સફાઈ, શુદ્ધિકરણ અને મરમ્મતનું કામ કરશે.
તમને જણાવી દઈએ કે, આ મંદિર પહેલી વખત આટલા લાંબા સમય (૬ દિવસ) માટે બંધ કરવામાં આવી રહ્યુ છે. ગત અવસરોને યાદ કરવામાં આવે તો દર ૧૨ વર્ષ પર થનાર આ અનુષ્ઠાન દરમ્યાન મંદિર ખુલ્લું રહેતું હતું, પરંતુ થોડાક કલાકો માટે મંદિરમાં દર્શનાર્થિઓને પ્રવેશ વર્જિત કરી દેવામાં આવ્યો હતો. બતાવવામાં આવી રહ્યુ છે કે, પહેલા એવું એટલા માટે થતું હતું કારણ કે તે દિવસોમાં મંદિરમાં હાલના પ્રકારે ભીડ ભેગી થતી નહોતી. એક અંદાજ પ્રમાણે હાલમાં એક દિવસમાં ભક્તોની સંખ્યા સરેરાશ એક લાખથી વધારેની છે.
મંદિર બંધ કરવાનું બીજું કારણ એવું બતાવવામાં આવી રહ્યુ છે કે, મહિનાનો બીજા શનિવાર,. રવિવાર અને સ્વતંત્ર્તા દિવસ હોવાના કારણે મંદિરમાં ભક્તોની ભારે ભીડ આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે. એવામાં આવા સમયે મંદિરમાં પ્રતિબંધિત દર્શનની વ્યવસ્થા લાગૂ કરવું અસંભવ હશે. આ કારણે મંદિર પ્રશાસને આખા અઠવાડિયા માટે મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY