કેરટેકર જ બન્યો કાતિલ: ભુવનેશ્વરમાં વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

0
6

 

ઓરિસ્સાના ભુવનેશ્વરમાં નિવૃત્ત DFOની 76 વર્ષીય પત્ની કુંજલતા નંદાની હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો છે. વૃદ્ધાના ઘરે છેલ્લા ચાર મહિનાથી કેરટેકર તરીકે કામ કરતા બલભદ્ર રામચંદ્ર મહારાણાએ જ ઘરમાં એકલતાનો લાભ લઈ તેમની ગળું દબાવી હત્યા કરી હતી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.

 

આરોપીએ 3 નવેમ્બર 2026ના રોજ હત્યાને અંજામ આપ્યા બાદ ઘરમાંથી રૂ.32 હજાર રોકડા અને 50થી 60 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ભુવનેશ્વરથી લુધિયાણા અને ત્યાંથી સુરત પહોંચેલો આરોપી દિલ્હી ભાગવાની ફિરાકમાં હતો.

 

દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરજણ નજીક NH-48 પર આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી આરોપી બલભદ્ર રામચંદ્ર મહારાણાને ઝડપી પાડ્યો હતો.

 

આરોપીની ધરપકડ બાદ ઓરિસ્સાના ચકચારી લૂંટ વિથ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે. હાલ આરોપીને ઓરિસ્સાની લક્ષ્મીસાગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY