વલસાડ હાઈપ્રોફાઈલ લવ-જેહાદ : યુવતીએ સાસરીમાંથી રૂ. ૯૮ લાખ ચોર્યા હતાં..!!

0
194

વલસાડ,
તા.૨૨/૦૩/૨૦૧૮

વાપીમાં ત્રણ દિવસથી બનેલી મુસ્લમ યુવક અને હિન્દુ પરણિત યુવતીના પ્રેમ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

યુવતીના પતિએ યુવતી ભાગી જતાં સમયે ૯૮ લાખ રુપિયા ચોરી ગઇ હોવાની ફરિયાદ બાબતે તપાસ કરાતાં વલસાડ પોલીસે ગુરુવારે તમામ રોકડ રકમ જપ્ત કરવા સાથે અનેક નવી માહિતી સામે આવી હતી.

આ પ્રકરણમાં પોલીસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે ચોરીની મનાતી ૯૮ લાખની રોકડમાંથી ૯૧ લાખ ભારતીય ચલણી નોટ અને ૭ હજારના વિદેશી ડોલર સહિતની રકમ જપ્ત કરી હતી. વાપી ડીવાયએસપી એસ બી કુંપાવતે આ પ્રકરણમાં જણાવ્યું કે જે માતબર રોકડ રકમની ચોરીની વાત હતી તે અંગે અમે તપાસ કરતા જાણવા મળ્યું કે આ રકમ સલમાને મુંબઇમાં તેના દોસ્ત હાજી નાથાણીને આપી હતી. પોલીસે તમામ રકમ સહીસલામત પરત મેળવી હતી. પકડાયેલી કચ્છી યુવતી તેના માતાપિતાને ઘેર જવા માગતી હોઇ તેને માતાપિતાને સોંપાઇ હતી જ્યારે યુવક સલમાન શેખ વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે

રહસ્મય છે સલમાનની ગતિવિધિબહાર આવેલ હકીકતોમાં યુવતીનો પ્રેમી ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેશ કરતો હોવાનું અને વૈભવી લાઇફ સ્ટાઇલ માણતો હોવાનું તેમ જ તેની પાસે આરબ અમિરાતનો પાસપોર્ટ, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત ૧૩ જેટલાં વિવિધ દેશોમાં ફરી ચૂક્યો હોવાની વિગતો પણ મળી છે. તો, સલમાનના ફેસબૂક સાઇટ પર અનેક વિદેશી યુવતીઓ સાથેના ફોટો તેમ જ ઇઝરાઇલ વિરૂદ્ધ ચાલતાં આતંકવાદના ફોટાઓ અને પોસ્ટ પણ અપલોડ થયેલી છે. તણે કચ્છી યુવતી સાથે નિકાહ પણ કર્યા હતાં અને તે અંગે યુવતીના પિતા પાસેથી ત્રણ લાખની રકમ વસૂલી નિકાહ કેન્સલ કર્યા હોવાની વિગતો પણ સૂત્રો પાસેથી મળી છે. સલમાન શેખના વૈભવી રહસ્યો અંગે પણ પોલીસ તપાસ કરે તો અનેક કડીઓ મળી શકે તેમ છે.

તો, આ મામલામાં વગોવાયેલી કચ્છી પરિવારની યુવતી ફિલ્મોમાં હિરોઇન બનવા માગતી હતી તેવા મોડલિંગના ફોટો પણ પોલીસને મળી આવ્યાં છે.કચ્છી યુવતિ મુંબઉમાં સાયકોલોજીમાં ભણતી હતી પણ સલમાનના પ્યારની સાયકોલોજીથી મોહિત થઇ તેને પ્રેમ કરી બેઠી હતી અને આખરે લગ્નના ત્રણ માસ બાદ સાસરીયાંમાથી ૯૮ લાખની માતબર રકમ લઇ પ્રેમી સાથે નાસી છૂટી હતી પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY