એસ.સી એસ.ટી એક્ટમાં વિરોધમાં ભારત બંધના એલાનને પગલે રાજ્યભરમાં હાઇએલર્ટ

0
164

ગુજરાતભરમાં તમામ સ્થળોએ એસ.સી એસ.ટી એક્ટના વિરોધમાં કોંગ્રેસે પણ સાથ આપ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં બંધના એલાનના પડઘા પડી રહ્યા છે ,

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ બગોદરા હાઈવે બંધ કરવામાં આવ્યો છે ગુજરાત ભરમાં રસ્તા દુકાનો બંધ કરાવવા માટે એસસી એસટીના કાર્યક્રમ રસ્તા પર ઉતરી આવ્યા છે દુકાનો બંધ કરાવવા સાથે સહયોગ આપવા પણ જણાવેલ છે, સુરેન્દ્રનગર હાઇવે પર બંધ કરવામાં આવેલ છે ,અમદાવાદમાં ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના દાણીલીમડામાં દલિતો મોટી સંખ્યામાં રસ્તા પર બેસી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન ચાલુ કરતાં ટ્રાફિક જામ થયો હતો અમરાઈવાડી તેમ જ સિટીએમ, જશોદાનગર-પુનિતનગર વગેરે સ્થળોએ પણ દલિતોએ ચક્કાજામ કરેલ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર કાફલો હાઇએલર્ટ પર જોવા મળે છે

ધીનગર પથિકાશ્રમ પાસે પણ રસ્તા બંધ કરવા ટોળા એકત્ર થયા હતા એએમટીએસની બસો પણ બંધ કરવામાં આવી છે આમ હાલની પરિસ્થિતિએ સમગ્ર રાજ્યમાં ભારત બંધના એલાનની ચર્ચા મુખ્ય વિષય બની છે.

પત્રકાર બ્રિજેશભાઈ ગાંધીનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY