મોરબીની વિપ્ર યુવતીને મુસ્લિમ શખ્શ ભગાડી ગયો, પરિવારનું પોલીસને આવેદન

0
61

પરિવારે અગ્રણીઓને સાથે રાખી મહિલા પોલીસ સ્ટેશનમાં આપ્યું આવેદન લવજેહાદની ઝડપી તપાસ કરવાની માંગ

મોરબીની વિપ્ર યુવતીને એક મુસ્લિમ શખ્શ ભગાડી ગયો હોય જે અંગે યુવતીની હજુ સુધી કોઈ ભાળ ના મળતા પરિવારે આજે મહિલા પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી

મોરબીના લાઈન્સનગરના રહેવાસી ભાવનાબેન સુધીરકુમાર ઠાકર દ્વારા મહિલા પોલીસ મથકમાં આજે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે તેના ઘરની સામે રહેતા પરિણીત શખ્શ અબુ મુસા પાર્કર મુસ્લિમ તેની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે ત્યારે તેની દીકરીને નરાધમ શખ્શના ચુંગલમાંથી તાત્કાલિક મુક્ત કરાવવાની માંગ કરી છે વાદહુમાં જણાવ્યું છે કે ૧૫ દિવસ જેટલો સમય થયો છે તેની દીકરી ગુમ થયાને અને આ અંગે ગુમસુદા થયાની પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જોકે હજુ સુધી યુવતીનો પત્તો લાગ્યો નથી

આટલા દિવસમાં આ નરાધમે યુવતી પર શું શું અત્યાચારો ગુજાર્યા હતા તે જાણી શકો છો તેમ જણાવીને આ લવજેહાદનો મામલો હોય જેથી તાકીદે તેણે શોધવા અને આની પાછળ કોણ છે તે પર્દાફાશ કરવાની માંગ કરી છે વિપ્ર પરિવાર સાથે વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી રામનારાયણભાઈ દવે અને પરશુરામ યુવા ગ્રુપના અગ્રણી ધ્યાનેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા

રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY