ગઢચિરોલીમાં કમાન્ડો આક્રમક ઃ ૪૮ કલાકમાં ૩૭ નક્સલીઓ ઠાર

0
72

નક્સલીઓને ઠાર કર્યાની ખુશીમાં જવાનોએ સપના ચૌધરીના ગીત પર ડાન્સ કર્યો!
મુંબઈ,તા.૨૪
સુરક્ષા દળોએ ગઈ કાલે સાંજે ગઢચિરોલીમાંના અહેરીના જિમલગટ્ટા ખાંદલાનાં જંગલમાં નકસલીઓ સાથે સતત બીજા દિવસે થયેલી અથડામણમાં ૧૧ નકસલીઓને ઠાર માર્યા છે. ગઢચિરોલી વિસ્તારમાં સતત બીજા દિવસે થયેલી અથડામણમાં વધુ ૧૧ નકસલી ઠાર થયા છે. આમ કમાન્ડોએ કુલ ૩૭ નક્સલીઓને ઢેર કર્યા છે. સફળતાના પગલે કમાન્ડો અને જવાનો દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ નાચતા ગાતા નજરે પડ્યાં હતા. આ વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જા કે, સી-૬૦ કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે. મોડી રાત સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે જૂથ અથડામણ ચાલી હતી.
જેમાં કેટલીક લાશ તરતી મળી આવી હતી. રવિવાર બાદ બે વખત નકસલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. આ રીતે ત્રણ દિવસમં આ વિસ્તારમાં કુલ ૩૭ નકસલીનાં મોત થયાં છે. જાકે આ બાબતને જિલ્લા પોલીસની ટીમના અધિકારીઓએ સમર્થન આપ્યું નથી. સમાચાર સંસ્થા એએનઆઈએ આ માહિતી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે ગઢચિરોલીના નકસલ આંદોલનને જડમૂળમાંથી બંધ કરાવી દેવાની કાર્યવાહી હેઠળ ગત રવિવારે ૧૬ નકસલીને ઠાર કરી દીધા હતા. તેમાં બે ડિવિઝનલ કમાન્ડર સાઈનાથ અને શ્રીનું પણ સામેલ હતા. આ બંનેના શિરે રાજ્ય સરકારે ૧૬-૧૬ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. જેમાં સાંઈનાથ સામે વિવિધ પોલીસ મથકમાં ૭૫ અને શ્રીનું સામે ૮૨ કેસ દાખલ થયા હતા.
તેથી આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ હાથ ધરેલી કામગીરીમાં ૧૬ નકસલીનાં મોત થયાં હતાં. જેમાંથી ૧૧ની ઓળખવિધિ થઈ ગઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટÙના પોલીસ વડા(ડીજીપી) સતીશ માથુરે પત્રકારોને જણાવ્યું હતું કે નકસલીઓ પાસે આત્મસમર્પણ સિવાય હવે કોઈ વિકલ્પ નથી. કારણ હવે નકસલીઓમાં ફુટફાટ થતાં અમને તેમના વિશે ચોકકસ માહિતી મળી રહી છે. અને તેથી જ સુરક્ષા દળોને આવી સફળતા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નકસલ વિરોધી અભિયાનમાં કામ કરવા બદલ ૧૨૬ પોલીસ કર્મચારીને પ્રમોશન મળ્યું છે.
ગઢચિરૌલીમાં માત્ર સુરક્ષા દળના જવાનો જ નહીં પણ સ્થાનિક નાગરિકો પણ નક્સવાદીઓના નિશાને રહેતા હતા. ગત્ત વર્ષે આ નક્સલગ્રસ્ત સુકમામાં નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો જેમા સેનાના ૨૫ જવાન શહીદ થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY