સ્પેશિયલ ફોર્સને વધુ તાકાતવર બનાવવા માટે સ્પેશ્યલાઈઝ્ડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે

0
13

ન્યુ દિલ્હી,તા.૧૯
ભારત લાંબા સમયથી પોતાના યુદ્ધ ક્ષેત્રના વપરાતા હથિયારોના સંગ્રહને વધારી રહ્યુ છે. તેમાં લાંબા અંતરની સ્નિપર રાઇફલ, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક હથિયાર સામેલ છે. લાંબા સમયથી સ્પેશિયલ ઓપરેશન પ્લસ કમાન્ડ અને તેના નાનાં નાનાં સ્વરૂપોને તાકતવર બનાવવાની પ્રક્રિયા પર કોઇ નોંધનીય પ્રગતિ થઇ શકી નહોતી.
રક્ષા મંત્રાલય સાથે જાડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સેનાને વધુ તાકતવર બનાવવા માટે આર્મીના સ્પેશિયલ ફોર્સ સાથે વાયુ સેના અને આર્મીમાં પણ ઉચ્ચ સ્તરના સ્પેશ્યલાઇઝડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે. આ માટે ફિનલેન્ડ, સ્વિડન, ઇટલી, રશિયા, ઇઝરાયેલ અને જર્મની જેવા દેશો સાથે મોટી ડીલ થઇ છે.
રક્ષા મંત્રાલય સાથે જાડાયેલા સૂત્રોએ જણાવ્યું કે સપ્ટેમ્બર ર૦૧૬માં પીઓકેમાં પેરા એસએફ કમાન્ડોએ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. હવે આ મોટી સૈન્યની ડીલમાં સ્પેશિયલ ફોર્સની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા ફિનિશ સ્નિપર રાઇફલ્સ, સ્વિડિશ કાર્લ ગુસ્તાફ માર્ક-૪ લાઇટ વેઇટ રોકેટ લોન્ચર, ઇટાલિયન બેરિટા પિસ્તોલના કોન્ટ્રાકટ આર્મીની પેરા-એસએફ બટાલિયન માટે થઇ ચૂકયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY