મોરબી,
મોરબીના પીપળી જેતપર રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ગત રાત્રીના સમયે એક શ્રમિક યુવાન રોડ ક્રોસ કરતો હોય ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે તેનું મોત નીપજ્યું છે.1 મોરબીના પીપળી ગામ નજીક આવેલી સીટીરાઈટ પોલીમર કારખાનામાં મજુરી કરતા મહેશ ભૈયાલાલ બંસકાર (ઊવ ૩૨) નામનો શ્રમિક યુવાન ગત રાત્રીના શાકભાજી લેવા માટે નીકળ્યો હતો અને રોડ ક્રોસ કરતો હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે તેણે ઠોકર મારતા યુવાનને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ આદરી હતી જોકે તેણે સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું
તો શ્રમિક યુવાનને સંતાનમાં એક સાત વર્ષની દીકરી તેમજ છ વર્ષનો અને આઠ માસનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં શ્રમિક યુવાનના મોતને પગલે ત્રણ સંતાનોએ પિતાની છ્ત્રછાયા ગુમાવી છે.
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






