અગાઉ નવરાત્રી સમયે થયેલાા ઝગડાની અદાવતે કલીમકવાના ત્રણ યુવાનોએ ભાદરવા ગામના શૈલેસ તડવી ને કલીમકવાના પાસે અટકાવી લાકડીઓ વડે માર માારતા સારવાર દરમિયાન શૈલેશ નું મોત થયું હતું
રાજપીપલા: નર્મદા જિલ્લા ના કલીમકવાના ગામના શૈલેશ ચંપકભાઈ તડવી ગત તારીખ 11-12-16 ના રોજ તેના મિત્ર રમેશ સાથે ટેમ્પો માં જતો હતો ત્યારે કલીમકવાના થી થોડે દૂર ટેમ્પો અટકાવી કલીમકવાના ના ત્રણ યુવાનો પૈકી કિરણ અશ્વિનભાઈ તડવી,જીતેન્દ્ર નૈનેશભાઈ તડવી અને દિપક પ્રવીણભાઈ તડવી એ અગાઉ નવરાત્રી સમયે થયેલા ઝગડાની અદાવતે શૈલેશ ને અટકાવી ટેમ્પો માંથી ખેંચી કાઢી તને પૂરો કરી નાંખવાનો છે તેમ કહી લીમડાના ઝાડની લાકડીઓ વડે માર મારતા ઇજા થતા તેને સારવાર માટે દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેનું મોત થતા આ બાબતે તેના પિતરાઈ ભાઈ અશોક શાંતિલાલ તડવીએ રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીયો વિરુદ્દ હત્યા નો ગુનો નોંધ્યો હતો ત્યારે આ કેશ આજે રાજપીપલા ની ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ માં ચાલી જતા જજ જે.પી.ગઢવી એ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને રાખી ત્રણેય આરોપીઓ માં કિરણ તડવી,જીતેન્દ્ર તડવી અને દિપક તડવી ને કસૂરવાર ઠેરવી દસ વર્ષ ની સખત કેદની સજા તથા 2000/- રૂપિયા નો દંડ ફટકારતા પંથક માં ચકચાર મચી જવા પામ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






