AMCની ખુલી પોલ, ૪ મહિના પહેલા બનાવેલ રોડ પર માત્ર એક જ વરસાદમાં ગાબડા પડ્યા

0
71

અમદાવાદ,તા.૨૦
અમદાવાદ શહેર આમ તો મેટ્રો શહેર છે પરંતુ મેટ્રો શહેરમાં જ એક વરસાદમાં રોડની સ્થિતિ સામે આવી ગઇ છે. એક જ વરસાદમાં રોડ રસ્તાની દુર્દશા જોવા મળી રહી છે. આ રખિયાલ ખાતે નો મેઈન રોડ જ્યાં એક વરસાદમાં જ રોડ બેસી ગયો અને રોડ પર ગાબડા પડ્યા છે.
આ રોડને બને માંડ ૪ મહિના વિત્યા છે અને રોડ દ્વારા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની પોલ ઉઘાડી પડી ગઈ છે. જેમાં કરોડોના પૈસે આ રોડ બનાવવામાં આવે છે પરંતુ તેનું કૌભાંડ આ તસવીરો જ બતાવી રહી છે.
શહેરમાં ચોમાસામાં ઘણા બધાં રોડ ધોવાઇ ગયા છે, રસ્તા પર નાના-મોટા ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ ભૂવા પણ પડ્યા છે. શહેરમાં ભારેથી હળવા ઝાપટાં વરસવાના કારણે અને પાણી ભરાવાના કારણે લગભગ તમામ રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે.
અમદાવાદના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અવારનવાર ઝાટકણી કાઢી છે. કોર્ટે એક વાર તો એવું પણ કહ્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિયતા પર લોકોને હવે એ હદે ભરોસો આવી ગયો છે કે લોકોએ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY