અમદાવાદ,તા. ૨૮
અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદી માહોલ રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદ શહેરના શાહીબાગ, સાબરમતી, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. બીજી બાજુ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાનો દોર હજુ જારી રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. વાદળછાયુ વાતાવરણ સવારમાં રહ્યા બાદ મોડી સાંજે તોફાની પવન ફુંકાયો હતો. તોફાની પવન વચ્ચે શહેરના ઘણા વિસ્તારમાં વરસાદની શરૃઆત થઇ ગઈ હતી. જા કે, અમદાવાદ શહેરમાં હજુ સુધી અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. વરસાદની રાહ શહેરના લોકો જાઇ રહ્યા છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે.
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. અપરએર સાયક્લોનિકની Âસ્થતિ સર્જાયેલી હોવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી માત્ર એક વખત હળવા વરસાદી ઝાપટા પડ્યા છે અને ઓછા વરસાદના કારણે પણ ઘણી જગ્યાએ તંત્રની ખામી સ્પષ્ટપણે સપાટી ઉપર આવી ચુકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનસુનની Âસ્થતિને ધ્યાનમાં લઇને પહેલાથી જ તમામ પગલા લીધા છે. પ્રિ-મોનસુન બેઠકોનો દોર પણ શરૂ થઇ ચુક્યો છે. જા કે, તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર કેટલી રહી છે તે બાબત અંગેની માહિતી વરસાદ થયા બાદ જ જાણી શકાશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



