ગ્રામ પંચાયતો ને સદ્ધર કરવા અનેક મુદ્દાઓ ધ્યાને લઇ વિરોધપક્ષના નેતા દ્વારા સરકારને પત્રલખી સરકાર પાસે કરાઈ માંગ

0
45

ગ્રામ પંચાયતોનાં ચુંટાયેલા સરપંચશ્રીઓએ તેમનાં કાર્યકાળ દરમ્યાન સક્ળતાં મેળવવા માટે ગ્રામજનોના સુખાકારીનાં કામો તેમજ વિકાસનાં કામો કરવા જોઈએ જેમાં મુખ્યત્વે નિયમિત રીતે પાણી,ગટર,સફાઈ,રોડ લાઈટ અને રસ્તા જેવા કામો કરવા માટે ગ્રામ પંચાયતો પાસે પોતાનું ભંડોળ હોવું જરૂરી છે. સરકાર પાસેથી મર્યાદિત જ ગ્રાન્ટ મળતી હોય છે જે પણ કોઈ વિકાસના કાર્યો માટે પરંતુ ગ્રામ પંચાયતનાં પાણી,ગટર, સફાઈ જેવા નિભાવનાં કામો જાતે કરવા પડે છે જેનાં માટે નાણાં હોવા જરૂરી છે ગ્રામ પંચાયતોનાં પોતાનાં ભંડોળ માટે મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્ષ,પાણી વેરો, ગટર વેરો,લાઈટ વેરો, સફાઈ વેરા મારફતે થતી હોય છે તેમજ વ્યવસાય વેરાનાં અધિકારો પણ થાય પંચાયતોને મળેલ છે ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા પોતાની હદમાં આવેલા ઉદ્યોગો તેમજ અન્ય વ્યવસાયમાં કામ કરતાં કામદારોનાં પગારનાં પ્રમાણમાં વેરો વસુલ કરી શકાય છે તેમજ ગામમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓ વકીલો, ડોક્ટર કે અન્ય વ્યવસાય કરતાં લોકો પાસેથી વેરો વસુલ કરી શકાય છે ત્યારે પંચાયતોએ પોતાનાં વેરા વધારવા માટે ખાસ પ્રયાસો કરવા જોઈએ ગ્રામ પંચાયતોએ વેરા વધારવા માટે ખાસ કરીને ગામમાં આવેલ મોબાઈલ ટાવર,પવનચક્કીઓ તેમજ બિનખેતી થયેલ તમામ જમીનો ઉપર બાંધકામ હોય કે ખુલ્લી જમીન ઉપર પણ ટેક્ષ વસુલવો જોઈએ તેમજ મોબાઈલ ટાવર અને પવનચક્કીઓ ઉપર તેની કિંમત અથવા ભાડારૂપી આકારણી ગણી અને વાર્ષિક રૂ.૫૦,૦૦૦ સુધી વેરો વસુલ કરી શકાય આમ કરવાથી ગ્રામ પંચાવતને આવક થશે અને ગામમાં સુખાકારીનાં કામો થઈ શકશે હાલ કચ્છમાં ઘણાં ગામોમાં જમીનો બિનખેતી કરવામાં આવી રહેલ છે આવી જમીનો પર બાંધકામ ન થયેલ હોય તો પણ ખુલ્લી જમીન ઉપર પણ વેરા વસુલ કરવા જોઈએ જે પંચાવતનો અધિકાર છે તેમજ ઘણી કંપનીઓ પંચાયતની હદમાં કેબલ પાથરે છે પાણીની લાઈનો લઈજાય તેની પાસેપણ વેરા વસુલ કરવો જોઈએ જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા વી.કે.હુંબલ દ્વારા વિકાસ કમિશ્નર તેમજ લોકલ ફંડને પત્ર લખી પંચાયતની હદમાં ખાનગી કંપનીઓ દ્વારા વિજટાવરો રાખવામાં આવેલ છે જેના ઉપર ગ્રામપંચાયત પ્રોપર્ટીટેક્ષ વસુલ કરવા માટે માર્ગદર્શન માંગ્યું છે જો આવા ટાવરો પર ટેક્ષ વસુલ કરાય તો ગ્રામપંચાયતને મોટી આવક ઉભી થઇ શકે તેમછે જો એક ઝૂંપડપર ટેક્ષ વસુલાય તો કરોડોની કમાણી કરતા આવા ટાવરો પર કેમ નહીં..? આવી મુખ્ય બાબતોને ધ્યાને લઇ વી.કે.હુંબલ દ્વારા સરકારનું ધ્યાન દોર્યું હતું

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY