ભચાઉ તાલુકાના નરાગામે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સામખીયાળી
સંચાલિત સંત સંધ્યાગીરીબાપુ વેદ વિધાલય અને સંધ્યાગીરીબાપુ ગૌશાળા સામખીયાળી દ્વારા નરા ગામે નક્ષત્ર વાટિકા તથા ગૌ શાળા નું ઉદઘાટન કરાયું હતું મહંત ભગવત ગિરી બાપુ ના અધ્યક્ષ પદે યોજાયેલા આ સમારોહમાં સમસ્ત વિશ્વ કલ્યાણ અર્થે સહસ્ત્ર ચંડી યજ્ઞની પુર્ણાહુતી કરાઇ હતી નક્ષત્ર વાટિકામા જે તે નક્ષત્ર અને તેની માનવ શરીર પર પડતી અસરો અનુસાર વિવિધ પ્રકારના આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સંસ્થા માટે દાન આપનાર દાતાઓ જીલુભા જાડેજા, રતનસિંહ જાડેજા, રણજીત સિંહ જાડેજા ને સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને મહાનુભાવોના વરદ હસ્તે તેમનુ સન્માન કરાયું હતું આ વિશેષ સમારોહમાં સંતો જગદીશ ચૈતન્ય મહારાજ, એકલધામના મહંત દેવનાથબાપુ, આધોઈ ગોપાલાનંદ ધામના દયાબા, તથા વિપુલભાઈ શાસ્ત્રીજી સહિતનાઓએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા આ સંસ્થામાં વિવિધ દાતાઓ એ પણ દાનની સરવાણી વહાવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય કચ્છી મંત્રી વાસણભાઈ આહિર અને અતિથિવિશેષ તરીકે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ -મોરબી, વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્યશ્રી માંડવી- મુન્દ્રા, માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ- ભચાઉ, અરજણભાઈ રબારી પ્રદેશ ભાજપ અગ્રણી વગેરે હાજર રહી સંસ્થાને જ્યારે જરૂર પડે ત્યારે મદદરૂપ થવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી સંધ્યા ગીરી બાપુ ના સેવકગણ પ્રભુલાલ ઠાકરશી ઠક્કર, ચનાભાઈ બાળા માજી સરપંચ સામખીયાળી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેન્દ્ર દાન ગઢવી, આધોઈ સરપંચ જશુભા જાડેજા, માજી નગરપતિ ભચાઉ અશોક સિંહ ઝાલા, સામખયારી લોહાણા મહાજન પ્રમુખ ધીરુભાઈ ઠક્કર તથા વાસુદેવ મહારાજ વિગેરે ઉપસ્થીત રહેલ તો આ પ્રસંગે સમૂહ પ્રસાદ ના દાતા સમસ્ત નરા ગ્રામજનો રહયાં હતા
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092- ધનસુખ ઠકકર 9825747857
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




