મુંબઈ,તા.૨૬
માત્ર બે ફિલ્મ જૂના અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે કહ્યુ કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસા બનાવવા માટે કામ કરતો નથી. તેણે ‘મિર્જિયા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘ભાવેશ જોશી’ ફિલ્મમાં કામ કર્યું. હર્ષ કહે છે કે સામાન્ય કરતાં હટકે હોય તેવી ફિલ્મોમાં કામ કરવું એ મારી પોતાની પસંદગી છે.
જ્યારે મારી કોઇ એક ફિલ્મ ચાલશે ત્યારે લોકો મારી કાબેલિયતને જરૂરથી સમજશે. ઇતિહાસમાં નજર કરીને જોઇ લો જ્યારે કોઇ પણ વ્યક્તિ કંઇક અલગ કામ કરવા ઇચ્છે છે કે પછી કરે છે ત્યારે તેના પર આંગળી જરૂર ઊઠે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો તમારી પહેલી ફિલ્મ નથી ચાલતી તો લોકો તમને શંકાની દ્રષ્ટિએ પણ જુએ છે. જ્યારે તમે એક્ટર બનવા ઇચ્છો છો અને લોકોને કહો છો ત્યારે તેઓ તમને પ્રોત્સાહિત જરૂર કરે છે, પરંતુ જ્યારે તમે સખત મહેનતથી બધું કરો છો અને ફિલ્મ ચાલતી નથી ત્યારે એ જ લોકો તમારા કામ પર ડાઉટ કરવાનું શરૂ કરે છે.
હર્ષ કહે છે કે હું લોકોને પૂછું છું કે કોઇ કામ પાછળ જે મારી સખત મહેનત, ગંભીરતા અને ઇમાનદારી છે તેને તમે કેવી રીતે ભૂલી શકો? લોકો માત્ર ફાઇનલ બેલેન્સશીટ જુએ છે. ફિલ્મ માત્ર એક બેલેન્સશીટ નથી. ફિલ્મ એક સાહસ, એક સફર, એક પ્રોસેસ અને એક ક્રિએશન છે. જો તમારા માટે ફિલ્મ માત્ર બિઝનેસ હોય તો તમે કંઇક બીજું કામ કરી શકો છો. ફિલ્મ બનાવવી મારું પેશન અને જવાબદારી છે. જે લોકોને મારી ફિલ્મ પસંદ પડતી નથી તે તેમનું ખુદનું રિફ્લેક્શન છે, તેમાં મારો કશો જ વાંક નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




