આજ રોજ ભરૂચના ચાવજ ગામ ખાતે આવેલ આનંદી નિકેતન શાળામાં રૂબેલા અને ઓરી રસીકરણ ઝૂંબેશ હોય ત્યાં ભરૂચ જિલ્લા સમાહર્તા રવીકુમાર આરોરાની દીકરીને રૂબેલા અને ઓરીની રસી મુકાવી હતી.
હાલમાં ગુજરાત સરકાર દ્રારા રૂબેલા તથા ઓરીન રસીકરણ ઝૂંબેશ કાર્યક્રમો ચાલતા હોઈ ભરૂચ જિલ્લા સમાહર્તા કલેક્ટર રવિકુમાર અરોરાએ પોતાની દીકરીને આ રસી મુકાવી આ રસીની આડઅસર થતી નથી જેથી લોકોને અફવાઓથી દુર રહી આમજનતાને સંદેશો પુરો પાડયો છે. જેથી કોઇએ પણ ગભરાવું નહી રૂબેલા અને ઓરી રસીકરણથી કોઇ પણ આડઅસર થતી નથી.જેથી ૯ માસથી ૧૫ વર્ષના દરેકના સંતાનો પુત્ર તેમજ પુત્રીને આ રસી મુકાવવા અંગત રસ દાખવી આ ઝૂંબેશમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ અનુરોધ ક્યો હતો.

ભરૂચ જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષના આશરે ૩,૯૨,૦૦૦ જેટલી સંખ્યાનો સમાવેશ થાય છે. આજદિન સુધી આ ઝૂંબેશમાં ભરૂચ જિલ્લામાં ૧,૪૮,૨૪૨ બાળકોને રસી આપવામાં આવી છે જ્યારે બાકી રહેતા બાળકોને ૨૨ મી ઓગષ્ટ સુધીમાં આ રસીકરણ ઝૂંબેશ પૂર્ણ કરવામાં આવશે એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







