કોલંબો,તા.૭
શ્રીલંકા ફરવા જવા માટે ઉત્સુક ભારતીય પ્રવાસીઓની સફર ટૂંક સમયમાં જ સરળ થઈ જશે. પર્યટકોને શ્રીલંકા જવા માટે વીઝાથી મુક્તિ મળવાની પ્રબળ સંભાવના છે. શ્રીલંકાના પર્યટન મંત્રી અમારતુંગેએ એમ કહ્યું છે કે, અમારી સરકાર ભારત અને ચીન જેવા દેશોનાં પર્યટકોને વીમા વગર જ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છૂટ આપશે.
આ અંગે સરકારમાં અત્યારે ગંભીર વિચારણા ચાલી રહી છે અને શ્રીલંકાની સરકાર ટૂંક સમયમાં જ કદાચ તેની સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે. શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘેએ એક પેનલની રચના કરી છે અને ભારત તથા ચીન જેવા દેશોના પર્યટકોને વીઝા વગર જ લંકામાં પ્રવેશ આપવાની સરળતા ચકાસવા કહ્યું છે.
શ્રીલંકામાં પર્યટનને પ્રોત્સાહન આપવાની નીતિ મુજબ લંકાની સરકાર ભારતીય પર્યટકોને આ સુવિધા પહેલાં આપવા માગે છે. ભારત અને ચીન બાદ યુરોપીયન દેશો તથા મધ્ય એશિયાના દેશોને પણ આ સુવિધા આપવાની વિચારણા લંકા સરકાર કરી રહી છે.
મંત્રીએ એવી માહિતી આપી છે કે, આવી વીઝા વગર પ્રવેશની છૂટ ઓકટોબર-નવેમ્બર અને માર્ચ-એપ્રિલમાં આપવામાં આવે તેવી સંભાવના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



