રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.૫ મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ અને જિલ્લાના નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ સવારે ૧૦-૦૦ કલાકે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાશે.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના ઉદઘાટકપદે યોજાનારા આ સમારોહમાં મુખ્યમહેમાન પદે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવા, દેડીયાપાડાના ધારાસભ્યvમહેશભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ તેમજ અતિથિવિશેષપદે જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી અમનાબેન વસાવા ઉપસ્થિત રહેશે, તેમ પ્રયોજક સંસ્થાના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. એન.ડી. પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીયા એ જણાવ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





