ગરુડેશ્વર ની આશ્રમ શાળાના લંપટ શિક્ષક ( આચાર્ય ) સગીર વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હોવાનો આક્ષેપ

0
104

ગરુડેશ્વર સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમશાળામાં મુખ્ય શિક્ષક દ્રારા 4 થી વધુ નાબાલિક બાળકીઓ સાથે શારીરિક શોષણનો મામલો બહાર આવ્યો.
અજાણી વ્યક્તિએ અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરાતા તપાસમાં મામલો બહાર આવ્યો. જિલ્લા બાળ સુરક્ષા કચેરી અને 181 અભયમ મહિલા સુરક્ષા અને આશ્રમશાળા અધિકારીનીની ટીમોએ બાળકીઓના નિવેદનો નોંધ્યા.

રાજપીપળા :
નર્મદામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ ગરુડેશ્વર ખાતે કાર્યરત સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતિ પટેલે શારીરીક શોષણ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે.અજાણી વ્યક્તિએ બાલસુરક્ષા વિભાગ રાજપીપલા ને ટેલિફોનિક જાણ કરતા તેઓ 181 અભયમને સાથે લઇ આ બે ટીમોએ ગરુડેશ્વર આશ્રમ શાળામાં જઈને ભોગ બનનાર બાળકીઓ ના નિવેદન લેતા આ શિક્ષકે 4 થી 5 બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ ના મહિલા કર્મીઓએ પણ બાળકીની મુલાકાત લેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા હાલ તો લંપટ દાનતખોર શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.તો બીજી બાજુ સમગ્ર ફરિયાદની આગળની તપાસ ગરુડેશ્વર પોલીસ ASP કેવડિયા અચલ ત્યાગી ના નેતૃત્વમાં કરી રહ્યા છે.

ગરુડેશ્વર ખાતે નર્મદા નદીકિનારે આવેલી સરકારી ગ્રાન્ટ મેળવતી આ આશ્રમ શાળામાં 158 વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં 100 કુમાર અને 58 કન્યા ઓ છે જે 1 થી 8 ધોરણ માં ભણે છે જેમનો રહેણાંક વિસ્તાર પણ શાળામાં આવેલો છે અને એકજ કમ્પાઉન્ડ માં વિધાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો રહે છે જેમાં મૂળ ભરૂચ જિલ્લાના જંબુરસ નો વતની અને હાલ ગરુડેશ્વર આશ્રમ શાળામાં રહેતો 38 વર્ષીય પરણિત આચાર્ય હર્ષદ જયંતિ પટેલ પોતાના પરીવર સાથે રહેતો હોોવા છતાં આશ્રમ માં રહેતી સગીર વયની બાળકીઓ ને શારીરિક અડપલાં કરતો શારીરિક છેડછાડ કરતો હતો, જે ઘણા સમયથી ચાલતું હતું આ શિક્ષક ની શરીરીક છેડતીઓ વધી જતા. સ્થાનિક લોકોએ બાળસુરક્ષા અને અભયમ 181 ને જાણ કરતા મામલો ખુલ્યો અને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે બાળકીની ફરિયાદ નોંધી લંપટ શિક્ષક આચાર્ય સામે પોસ્કો હેઠળ ગુન્હો નોંઘી તપાસ હાથ ધરી છે.

ગરુડેશ્વર આશ્રમ શાળાના આચાર્ય દ્વારા 4 થી 5 નાબલિકો સાથે શારીરિક છેડતી કરવાનો ગુન્હો નોંધાયો, જે પોસ્કો હેઠળ ગુન્હો નોંધાયો આ શિક્ષક સગીર બાળકીઓ સાથે શારીરિક શોષણ કરતો હતો જે ગંભીર બાબત છે બાળકીઓના નિવેદનો લીધા છે જે મુજબ આ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. >>> અચલ ત્યાગી (ASP, કેવડિયા)

ગરુડેશ્વરની આશ્રમ શાળાના શિક્ષક દ્વારા બાળકીઓ ની શારીરિક છેડછાડ થતી હોવાની ટેલિફોનિક માહિતી મળતા અમારા બાળ સુરક્ષા વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 181 અભયમ ની મહિલા કર્મી ઓ અને અમારા મહિલા કર્મચારીઓ ભેગા મળી છોકરીઓના નિવેદનો મેળવી પોલીસ સ્ટેશન ગરુડેશ્વર ફરિયાદ નોંધાઈ છે, આગામી તપાસ પોલીસ કરી રહી છે.>> ચેતન પરમાર ( બાલાસુરક્ષા અધિકારી )

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY