કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામતા શ્રેષ્ઠ ભારત ભવનના આગળના ભાગના મકાનો હટાવતા ઘર્ષણ

0
29

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામતા શ્રેષ્ઠ ભારત ભવનના આગળના ભાગના મકાનો હટાવતા ઘર્ષણ : 7 લોકોને પક્ડી જીતનગર હેડક્વાટર લઈ જવાયા

વિવાદો વચ્ચે અટવાયેલુ શ્રેષ્ઠ ભારત ભવન 31 ઓક્ટોબર પહેલા તૈયાર થશે ખરું? સરકાર પોલીસને આગળ રાખી દમન કરે છે

જમીનના બદલે જમીન અને ઘર સામે ઘર નહિ મળેતો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની પરિવારોની ચીમકી

રાજપીપળા :
ખેડૂતોના દેવા માફ અને અનામત આંદોલન ને લઈને હાર્દિક પટેલ હાલ આમરણાંત ઉપવાસ પર છે જેને લઈ વિવાદ વકર્યો છે ત્યારે કેવડિયા કોલોનીમાં બનતા ચાર માળ નું વિશાલ શ્રેષ્ઠ ભારત ભવન ની કામગીરી મા વિલંબ થઇ રહ્યો છે, ભારત ભવન આગળના પાંચ આદિવાસી ભાઈઓ ની જમીનો આવેલી છે જેમને હટાવતા હવે આ પરિવારો આક્રમક બન્યા છે. અને પોતાના ઘરો દૂર કરતા જોઈ પરિવારો વચ્ચે આવ્યા અને એમા સમાજના આગેવાનો પણ જોડાયા ત્યારે આગામી દિવસો માં આ પરિવારો એ આમરણાંત ઉવાસ કરવાની તૈયારી બતાવી છે.


31 ઓક્ટોબર 2014 ના “શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ” ની શરૂઆત બાાદ વિિવાદ માં અટવાતા ભારત ભવન પોતાની પૂર્ણ થવાની તારીખ વટાવી એક વર્ષ વધુ થયો છે અને છતાં કામગીરી હજુ ઘણી બાકી છે એટલે 31 ઓક્ટોબર પહેલા તૈયાર થાય એમ લાગતું નથી ગત રોજ ભારત ભવન ના આગળના ભાગમાં રહેતા આદિવાસી પરિવારોને હટાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જેમાં જિકુભાઈ તડવી, કરણસીંગ વસાવા સહીત 5 મહિલાઓ એમ કુલ 7 ને પોલીસે પક્ડી રાજપીપલા ના જિતનગર હેડ ક્વાર્ટર ખાતે પોલીસ લઇ આવી અને સાંજે મુક્ત કર્યા હતા ત્યારે સરકાર ને જમીનો આપવામાં શુ જાય છે કેમ જમીનો સામે જમીનો ઘર સામે ઘર આપવા તૈયારી બતાવતી નથી એ સમજાતું નથી.

આ બાબતે કરણસીંગ વસાવા એ જણાવ્યું હતું કે અમારા આદિવાસીઓની જમીનો ગઈ છે ઘર ગયા છે 6 ગામનો વિકટ પ્રશ્ન સરકાર હલ કરતી નથી, અમારી જમીનો ગુમાવી સામે વસાહતો આપી પણ જેમાં કોઈ સુવિધા નથી હાલ ભારત ભવન સામે જે પરિવારો રહે છે જેને હટાવવાની કામગીરીમાં કહેવા જતા અમને પોલીસે પકડી જિતનગર લઇ ગઈ જોકે આ બાબતે અમે જિલ્લા કલેક્ટર નર્મદા નિગમ ને લેખિત આપ્યું છે, અમે જમીન ના બદલામાં જમીન અને ઘર ના બદલામાં ઘર માંગીએ છે તયારે જો સરકાર અમારી માંગો નહિ સ્વીકારે તો આગામી દિવસો માં અમે આમરણાંત ઉપવાસ પર બેસીસું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY