નીતિન પટેલ સામે ચૂંટણી લડેલ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાયા

0
17


મહેસાણા,તા.૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના પૂર્વ કોંગ્રેસ સાંસદ જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા સમય પહેલાજ કાંગ્રેસમાંથી રાજીનામું હતું.
બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં બીજો એક કાંગ્રેસને ફટકો પડ્યો છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું.
જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચૂક્યા છે. જીવાભાઈએ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો થવા લાગી હતી. જે બાદ તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.
જીવાભાઈ પટેલે ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી નીતિન પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ તે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે જીવાભાઈને હરાવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY