અમદાવાદ,તા.૧૨
કેન્દ્ર સરકાર હવે દરિયાઈ માર્ગે થનારી કૃષિ નિકાસને પણ સબસિડી આપશે. કૃષિ નિકાસ વધે તેના માટે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે. તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કરી હતી.
રોડ-ટ્રાન્સપોર્ટ, હાઈવે, શિપિંગ, ફર્ટિલાઈઝર ખાતાના કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ખેડૂતોને સહકારની ભાવના સાથે ખેતી કરવાની અપીલ પણ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની જૂની અને નવી પેઢીને શ્રમથી દૂર ન ભાગવા જણાવીને તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત દુષ્કાળ પડ્યા છે, પરંતુ સહકારની ભાવના, પશુપાલન અને ખેતીના મિશ્રણના પરિણામે ખેડૂતો દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં ટકી જતા હતા.
એ જ જૂના જમાનાની સહકારની ભાવના સાથે ખેડૂતો કામ કરશે તો ગમે તેવી કફોડી પરિસ્થિતિમાં ખેડૂતો અને પરિવારો સચવાઈ જશે. ખેતી-પશુપાલન એકબીજાનો પર્યાય છે. અત્યાર સુધી કોઈ પણ ફળોની નિકાસ કરવી હોય તો તેની ઈરેડિયેશન પ્રક્રિયા માટે પુણે જવું પડતું હતું.
ગુજરાતના ખેડૂતો હવે કેરી સહિતના કોઈ પણ ફળો નિકાસ કરે છે તો ઘરઆંગણે તાજેતરમાં બાવળામાં ઈરેડિયશન પ્લાન્ટની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. તેથી તેનો વધુ લાભ ખેડૂતોને લેવા અપીલ કરી હતી.
અત્યારે હવાઈ માર્ગે થતી નિકાસ માટે સબસિડીની જાગવાઈ છે તે મુજબ જ દરિયાઈ માર્ગે થતી નિકાસમાં પણ સબસિડી અમલી કરવા માટેની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



