ગાંધીનગર,તા.૧૪
છેલ્લા ૨૮ દિવસથી સતત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધારવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારને તો થોડાક મહિનામાં જ ૧૩૦૦ કરોડથી વધુની આવક પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી થઈ છે. તેથી જા રાજ્ય સરકાર ધારે તો લોકોને રાહત આપી શકે તેમ છે.
પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ ગુજરાતમાં માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની લોકોના જનજીવન પર અસર જાવા મળી રહી છે. પરંતુ ગુજરાત સરકારની તિજારી વેરાથી ઉભરાઈ રહી છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતાં ગુજરાત સરકારની આવકમાં ૧૩૦૫ કરોડનો વધારો થયો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ગુજરાત સરકારે વેટમાં ૪% નો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસૂલવામાં આવે છે તેથી કિંમતોમાં વધારો થઇ જાય છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે ૩ હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે. ડીઝલ ઉપર વેરાની વર્ષે રૂ. ૮ હજાર કરોડની આવક થાય છે.
ગુજરાત સરકારના દાવા મુજબ અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે. જ્યારે વાસ્તવમાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૫.૪૫ ટકા અને ડીઝલ ઉપર ૨૫.૫૫ ટકાના દરે ઈફેકટીવ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં વેટ સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ હોય છે. સરકારને દર વર્ષે આ આવકમાં ૭૦થી ૮૦ ટકાનો સરેરાશ વધારો થઈ રહ્યો છે
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ૨૪ ટકા વેટ લાગતો હતો તે હવે ૪ ટકા ઘટાડવામાં આવતા ૨૦ ટકા વેટ થયો હતો. તેના પર ચાર ટકા સેસ કેન્દ્રની ભાજપ સરકારે નાખ્યો હતો. એ વખતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની જાહેરાત કરતા ગુજરાતમાં પેટ્રોલના લીટર ભાવમાં રૂ.૨.૯૩ પૈસા અને ડીઝલના લીટર ભાવમાં રૂ.૨.૭૨ પૈસાનો ઘટાડો થયો હતો.
તેથી પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૬૭.૫૩ પૈસા અને ડીઝલ પ્રતિ લીટર રૂ.૬૦.૭૭ પૈસાના ભાવે મળતું થયું હતું. એ વખતે વેટ ઘટવાને લીધે રાજ્યની આવકમાં રૂ. ૨૩૧૬ કરોડની ઘટ પડશે એવો દાવો કરાયો હતો. રાજ્ય સરકાર વાર્ષિક સરેરાશ રૂ. ૧૨ હજાર કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા ૨૦૧૭માં મેળવતી હતી. એક્સાઇઝ ઘટવાના કારણે રાજ્ય સરકારની આવકમાં રૂ. ૨૩૧૬ કરોડ જેટલો ઘટાડો થવાનો હતો.
૧૫ માર્ચ ૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભાએ ડીઝલ-પેટ્રોલના વેરાના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ડીઝલની ૧૪૨૯ કરોડ રૂપિયાની આવક થઈ હતી. છેલ્લા બે વર્ષમાં ૬૪૨૩ કરોડની આવક થઈ હતી. ખરેખર તો ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં કેન્દ્ર સરકારની કમાણી ૨૫૦ ટકા વધી છે. ગુજરાત સરકારની કમાણી ૭૬ ટકા વધી છે.
આમ સરકાર જ પ્રજાને ગેરમાર્ગે દોરતી હોવાનું ૨૦૧૭ અને ૨૦૧૮ના આંકડાઓ પરથી ફલિત થાય છે. ૨૦૧૪-૧૫માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ૯૯ હજાર ૧૮૪ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૭-૧૮માં ૨ લાખ ૨૯ હજાર ૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ. જેના કારણે ગુજરાત સરકારને વેરાથી થતી કમાણીમાં જંગી વધારો થયો છે. સરકાર ઈચ્છે તો કેટલીક નીતિઓ દ્વારા ટેક્સમાં ઘટાડો કર્યા વિના પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરી શકે છે.
પેટ્રોલ અને ડીઝલની ખરીદ કિંમતમાં અડધો-અડધ ટેક્સ છે. હાલમાં જીએસટીમાં ૨૮ ટકા ટેક્સ સ્લેબ સૌથી વધારે છે. જા સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ ૪૦ ટકા રાખે તો પણ તેની કિંમત ઘટી શકે છે. કેન્દ્ર સરકાર જા રૂ.૨નો ઘટાડો કરે તો લોકોને રોજની ૩૦ હજાર કરોડની રાહત થાય તેમ છે. ૨૦૧૧-૧૨થી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ સુધીમાં ૩૫% ભાવ ઘટ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



