હાલમાં છેલ્લા ૧૧ દિવસ થી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહયો હતો ત્યારે આજે કેટલીક જગ્યાએ ગણેશ વિસર્જન કરવામાં આવે છે ત્યારે આજે લીંબડી તાલુકા ના બોરણા ગામ ના લોકો ની અનોખી રીતે ગણેશ ભગવાન ની વિસર્જન જોવા મળિયું
આ ગામમાં દરેક સમાજ ભાઈ-બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષ થી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે વિશેષતા એ છે કે રોજે રોજ ગણપતિબાપાની આરતી સમયે દરેક બહેનો પોત પોતાની ઘરેથી આરતી લાવે છે અને બધા સમૂહ માં આરતી ઉતારે છે, લગભગ ૩૦૦ થી વધુ બહેનો ના હાથમાં જગમગતા દીવડા સાથે આરતી ઉતારતા જોવા મળીયા હતા, તેમજ દરરોજ સાંજે ૧૧ દિવસ સુધી બટુક ભોજન કરાવતા છે.


અને છેલ્લે દિવસે ગણપતી વિસર્જન દિવસે આખા ગામ ના ભાઈ-બહેનો,વડીલો, યુવાનો, ગણેશ ભક્તો, દરેક સમાજ ના આગેવાનો, સરપંચ, સાથે મળીને ગણપતી બાપનો વરઘોડો કાઢી ને ગામ ની શેરીઓમાં ગલીઓમાં ફરી છે અને ડીજે ના તાલે નાચતે-ગાજતે, ગરબા રમીને, ગણપતી બાપા મોરિયા ના નારાઓ લગાવી નીકળે ત્યારે દરેક ગામના પોત પોતાના પાસે થી આ ગણેશ વિસર્જન ની યાત્રા નીકળે બોરણા ગામ ની બધી જ બહેનો પોત પોતાના ઘરમાંથી પાણી લાવી ને એક- બીજા ઉપર નાખવામાં આવે છે જયારે ભાઈઓ તો એક બીજા સામે કાદવ કીચડ ઉછાળીને આમ આનોખી રીતે ઉજવીને અને ગામ ના બધાજ લોકો તળાવે એકઠા થઇ ને અને આવતા વર્ષે જલ્દી આવજો એવા નારા લગાવી સાથે ગણપતિ બાપાની આરતી ઉતારી અને દર્શન કરીને ધન્ય અનુભવે છે તેમજ માનભેર વિદાય આપે છે,
રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
વોટ્સએપ નમ્બર : ૯૮૨૫૫ ૯૧૩૬૬
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





