અંકલેશ્વર રૂરલ પોલીસ ની ઝપટમાં ફરી વિદેશી દારૂ પકડાયો.

0
255

પોલીસ સૂત્રો પાસે થી મળતી વિગત મુજબ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ના પીઆઇ ની સૂચના મુજબ પો.સ.ઇ.દેસાઈ તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો જે દરમ્યાન આ.પો.કો.દિલીપભાઈ વસાવા ને બાતમી મળી હતી કે જીતાલી થી દઢાલ જવાના રસ્તે એક સફેદ રંગ ની સ્વીફ્ટ કાર નંબર 8224 (પોલીસ ની પ્રબળ શંકા મુજબ આ દારૂ ઉંચેડિયા ના નવીન પટેલ ઉર્ફે નવીન ડોન) જેનું પાયલોટિંગ કરતી હતી તે બોલેરો ચાલકે પોલીસ ને જોઈ પિકઅપ GJ16W 4435 દૂર મુકી ચાલક ઝાડી માં થી પલાયન થવા માં સફળ રહ્યોં હતો જયારે પકડાયેલ પિક અપ ના ડાળા માં ભારતીય બનાવટ નો દમણ મેક જુદીજુદી બ્રાન્ડ નો 2208 બોટલ 220000 નોવિદેશી દારૂ ઝડપાયો હતો આમ પીકપ રૂ.450000 સહિત કુલ રૂપિયા 670000 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં અંકલેશ્વર રૂરલ પોલીસ ને સફળતા મળી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે આ દારૂ દમણ થી જ ભરાય છે ત્યારે અગાઉ ના સુરત રેન્જ આઈજી ની જેમ હાલના સુરત રેન્જ આઈજી દમણ ના કથિત દારૂ ભરાવનાર બુટલેગરો પર ગાળિયો કસે તો જરૂર ફેર પડી શકે તેમજ જો દમણ નો દારૂ અંકલેશ્વર થી પકડાય તો શંકા ચોક્કસ થાય કે વલસાડ નવસારી અને સુરત રૂરલ પોલીસ ની હાઇવે કામગીરી શુ?અગાઉપણ રૂરલ પોલીસે તેમની હદમાંથીજ દારૂ પકડેલો તો શું એમ માનવું કે હવે બુટલેગરો પણ જીદદે ચડ્યા છે કે સરકાર દારૂબંધી નો અમલ કડક કરે પણ અમે નહીજ સુધારીયે?ગત રોજ સુરત માં બનેલી ઘટના જેમાં તેજલ પટેલ નામની મહિલા બુટલેગરે પોતાના કપડાં ફાડી સાગરીતો સાથે મળી પીએસઆઇ કક્ષા ના અધિકારી પર જાનલેવા હુમલો કરેલ જ્યારે ભરૂચ જિલ્લા ના ટંકારીયા ની જુગાર ની રેડ માં પણ પોલીસ પર હુમલો થતા ફાયરિંગ કરવાની જરૂર પડેલ, તો નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક નો પત્ર જેમાં પોલીસ ની ધંધાવાળાઓ જોડે મિલીભગત આ સમાચારો જોતા જન માનસ માં બધી પોલીસ કામ કરતી હોવા છતાં કેટલાક લાલચુ કર્મીઓ ને કારણે પોલીસ ખાતા એ નીચું જોવું પડતુ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આવા ફૂટલી કારતુસ જેવા લાલચુ પોલીસ કર્મી કે અધિકારીઓ ને શોધી કાઢી ડિપાર્ટમેન્ટ માંથી પાણીચુ અપાય તોજ ઈમાનદાર પોલીસ કર્મી પોતાની ફરજ બજાવી શકે બાકી લાચિયા ઓ ને કારણે પ્રમાણિક પોલીસ દંડાય છે એ નિર્વિવાદ હકીકત છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY