રાજપીપળા માં ગાંધી જયંતિ માટે સવારથી બોલાવાયેલા શાળા ના બાળકો તંત્ર ના અણઘડ વહીવટ ના કારણે અટવાયા.
સવારે રેલી બાદ 7 થી 9 વાગ્યા દરમિયાન ટાઉન હોલ માં કાર્યક્રમ માં શાળા દીઠ એક શિક્ષકે હાજર રહેવા શિક્ષણ વિભાગ દ્વારા ટેલિફોનિક સૂચના અપાઈ પરંતુ કાર્યક્રમ માં બાળકો સાથે લાવવા કે નહિ એ બાબતે કોઈ સ્પષ્ટતા ન થતા બાળકો પણ અટવાયા.

ટાઉન હોલ માં પણ ફક્ત અમુક સ્કૂલો ના બાળકો હાજર રહ્યા સંકલન ના અભાવે સ્ટેજ સહીત નીચેની ખુરસીયો પણ ખાલી અધિકારીઓની પાંખી હાજરી

ગાંધીજીની પ્રતિમા પાસે થી નીકળેલી રેલી માં પણ મોટાભાગની શાળા ના વિદ્યાર્થીઓ સંકલન ના અભાવે ન જોડાઈ શક્યા.
બીજી ઓક્ટોમ્બરે ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી માં આખા દેશ માં કાર્યક્રમો થયા પરંતુ નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે વહીવટી તંત્ર ના સંકલન નો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો અને રેલી સહિતના કાર્યક્રમો નું સુરસુરિયું થતા ફક્ત શાળા ના બાળકો અટવાતા જોવા મળ્યા તેમાં પણ સંકલન ના અભાવે અમુક સ્કૂલો ના બાળકો ટાઉન હોલ સુધી પોહચ્યાજ ન હતા તો પણ ફક્ત બાળકોનીજ હાજરી જોવા મળી જો બાળકો ને આ કાર્યક્રમ માં ન લીધા હોત તો કાર્યક્રમ એક ફ્લોપ શૉ જેવો બન્યો હોત
આમ પણ ગમે તે સરકારી કાર્યક્રમ હોય વધુ પડતા શાળાના બાળકો નેજ આગળ કરતા હોય એમના અભ્યાસ ની સાથે સાથે સમય નો પણ બગાડ થાય છે ત્યારે આવનારી 19 તારીખ થી બાળકો ની પરીક્ષા શરૂ થવાની છે અને નવરાત્રી વેકેશન પણ જાહેર થતા બાળકો નો અભ્યાસ ચોક્કસ બગડશે તો સરકારે ખોટા વેકેશનો ન જાહેર કરી સરકારી કાર્યક્રમો માંથી બાળકો અને શિક્ષકો ની બાદબાકી કરવી જોઈએ નહિ તો આવનારી પેઢી નું ભવિષ્ય અંધકારમય બનશે એમાં કોઈ બેમત નથી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








