દર વર્ષે ડેન્ગ્યુ,સ્વાઇનફલુ જે અન્ય મોટી બીમારી સમયે બીજા ઉપર ટોપલો ઢોળતા આરોગ્ય ના અધિકારીઓ કેમ લોક જાગૃતિ માતે નક્કર પગલાં લેતા નથી…?!
દસેક દિવસ પેહલા કરજણ કોલોની માં શંકાસ્પદ ડેન્ગ્યુ નો દર્દી મળ્યો ત્યારે ખાનગી લેબ નું ટેસ્ટિંગ ખોટું હોવાનું જણાવી સરકારી માં તપાસ બાદ રિપોર્ટ નોર્મલ આવ્યો પરંતુ એ વિસ્તાર માં જરીરી પગલાં કેમ ન લેવાયા …?
રાજપીપળા : રાજપીપળા ની કરજણ કોલોની માં રહેતા એક યુવાન ને પંદરેક દિવસ પેહલા તાવ આવ્યા બાદ એક ખાનગી દવાખાના ના તબીબે એને લોહી ના રિપોર્ટ કઢાવવા જણાવતા ખાનગી લેબ માં રિપોર્ટ કઢાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવતા એની સારવાર શરૂ કરાઈ એ દરમિયાન આરોગ્ય વિભાગ પણ આવ્યું અને નિયમ મુજબ ખાનગી લેબ ના રિપોર્ટ ન ચાલતા સરકારી હોસ્પિટલ માં ટેસ્ટ કરાવતા ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો ત્યારે આ દર્દી ને ભલે ડેન્ગ્યુ હોય કે ન હોય પરંતુ શંકાસ્પદ તપાસ બાદ જે તે વિસ્તાર માં સર્વે કરાવી ફોગીંગ પણ ન કરાવતા આરોગ્ય વિભાવ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા
બોક્ષ: ડેન્ગ્યુ નો રિપોર્ટ સરકારી માં નોર્મલ આવતા સર્વે કામગીરી નથી કરાવી : ર્ડો. જંખનાબેન વસાવા
કરજણ કોલોી નો વિસ્તાર લાછરસ આરોગ્ય કેન્દ્ર હસ્તક આવતા અમે લાછરશ આરોગ્ય કેન્દ્ર ના ડો.જંખનાબેન વસાવા નો સંપર્ક કરતા અમને જણાવ્યું કે અનિલભાઈ નામના એક વ્યક્તિ ને શંકાસ્પદ ડેન્ગ્યુ લાગતા અમે રાજપીપા સિવિલ માં સીરમ સેમ્પલ લઈ ટેસ્ટ કરાવ્યો પરંતુ એ નેગેટિવ આવ્યા બાદ અમે ત્યાં ચાલતા કન્સ્ટ્રક્સન ના કારણે મચ્છરો નો ઉપદ્રવ ન થાય એ જવાબદારી ત્યાંના કોટ્રાક્ટર ની હોય આ બાબતે અમે કો્રાક્ટર ને પત્ર લખી જાણ કરી છે
ોકે જંખનાબેન ને સર્વે કે ોંગ બાબતે પૂછતાં જણાવ્યું કે આ દર્દી ને ડેન્ગ્યુ કે અન્ય કોઈ મોટી બીમારીના લક્ષણો તાસ માં ન આવતા અને ફક્ત કોન્ટ્રાક્ટર ને પર લ્યો હતો
બૉક્ષ: સરકારી માં ટેસ્ટ નેગેટિવ આવતા હાલ નમદા માં કોઈ ડે્ગ્યુ ના દર્દી નથી એમ કહી શકાય : આરોગ્ય અધિકારી,નર્મદા
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.કે પી પટેલે જણાવ્યું કે કરજણ કોલોની ના એક દર્દી ને ખાનગી લેબ માં ડેન્ગ્યુ જોવા મળ્યો પણ સરકારી માં આ નેગેટિવ આવ્યો અમે વારંવાર જણાવીએ છે કે ખાનગી લેબ ના અમુક ટેસ્ટ માન્ય નથી રહેતા તેમ છતાં લોકો કોઈક કારણોસર ત્યાંજ કરાવે છે જેમાં ખોટા રિપોર્ટ આવતા પોતે દર્દી તકલીફ માં મુકાય છે માટે ડેન્ગ્યુ સ્વાઈનફલૂ જેવી ગંભીર તકલીફ માં હંમેશા સરકારી હોસ્પટલ માં મફત ટેસ્ટ થાય છે એજ કરાવવો જોઈએ
સવાલ એ થાય છે કે ખાનગી કે સરકારી લેબ ની વાત ભલે સાચી હશે પરંતુ જે તે વિસ્તાર માં આવી ગંભીર બીમારી ના લક્ષણ જણાય કે શંકાસ્પદ દર્દી જણાય ત્યાં આરોગ્ય વિભાવ કેમ સર્વે કે ફોગીંગ જેવી કામગીરી ન કરી કોન્ટ્રાક્ટર પર કે ખાનગી લેબ પર ટોપલા નાખી બીજા સ્થાનિક રહીશો ની જિંદગી બચાવવા પ્રયાસ કરતા નથી…?! અગાઉના વર્ષો માં પણ ડેન્ગ્યુ , સ્વાઇનફલુ સહીત ની મોટી બીમારો બીમારી માં પણ આરોગ્ય વિભાગ આજ રીતે બીજા ના માથે ટોપલા ઢોળી જવબદારી માંથી છટકતુ આવ્યા ની વાતો સામે આવી હતી ત્યારે આરોગ્ય વિભાગ આવી ગંભીર બાબતને ગઁભીરતાથી લે એ જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





