૨૧ સિંહમાં ઘાતક વાઈરસના લક્ષણો જોવાં મળ્યાં : ઇન્ડિયન કાઉન્સિલ આૅફ મેડિકલ રિસર્ચ

0
563

અમદાવાદ,તા.૧૨
૨૩ સિંહોના મોત પછી ગીરમાં રહેતા બીજી સિંહો પરથી ખતરો ટળ્યો નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના રિપોર્ટમાં બીજા ૨૧ સિંહો પણ ખતરા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ગીરના સિંહોના કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)થી મોત નોંધાયા છે.
એ પછી બીજા સિંહોની તપાસ કરવા માટે ૨૭ સિંહોના સેમ્પલ આઈસીએમઆર પાસે મોકલાયા હતા. તેમાંથી ૨૧ સિંહમાં સીડીવી હોવાનું જાણવા મળ્યું છે. સિંહોનો જીવ લઈ લેતો આ રોગ ઘાતક છે અને ગુજરાતનો વન વિભાગ તેમા સાવ ઉંઘતો ઝડપાયો હતો.
વાઈરસ જાવા મળવાનો મતલબ એવો થાય કે હજુ પણ બીજા સિંહોમાં તેનો ફેલાવો થઈ રહ્યો છેઃ વાઈરસ હવાથી ફેલાતો રહે છે.
ગીરના જંગલમાં ૩ સપ્તાહના ટૂંકા ગાળામાં ૨૩ સિંહના મોત થયા પછી હવે સરકાર વિવિધ દિશામાં તપાસ અને કાર્યવાહી કરી રહી છે. શરૃઆતમાં સરકારે સિંહોના મોત ઈન-ફાઈટથી થયા હોવાની વાત કરી હતી.
બાદમાં તપાસ કરતા જણાયુ હતુ કે સિંહ સહિતના પ્રાણીઓમાં જાવા મળતો કેનાઈન ડિસ્ટેમ્બર નામનો ઘાતક રોગચાળો સિંહોને લાગુ પડયો છે. આફ્રિકાના જંગલોમાં આ રોગચાળાએ મોટી સંખ્યામાં સિંહોની વસતીનો સફાયો કર્યો છે.
સીડીવી આસાનીથી રોકી શકાતો નથી, ફેલાતો અટકાવી શકાતો નથી. માટે સિંહોના મોત અટકાવવા એ મોટો પડકાર બની રહે છે. આઈસીએમઆરના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયુ છે કે ૨૧ સિંહમાં વાઈરસ જાવા મળ્યો તેનો મતલબ એવો થાય કે વાઈરસનો ફેલાવો ચાલુ જ છે. શક્્ય છે કે ગીરના બીજા સિંહો સુધી પણ એ વાઈરસ પહોંચ્યો હોય. અલબત્ત, એ માટે જંગલખાતુ અને સરકારના અન્ય વિભાગો બાકીના સિંહની તપાસ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY