રાજદ્રોહ કેસની ચાર્જફ્રેમ ન થઈ શકી, વધુ સુનાવણી ૨૬મી ઓક્ટોબરના રોજ હાથ ધરાશે

0
26

અમદાવાદ,તા.૧૨
સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ સહિત પાટીદાર બંધુઓ પર લગાવામાં આવેલા રોજદ્રોહના કેસ અંગે ચાર્જફ્રેમની પ્રક્રિયા કરવામાં આવવાની હતી જાકે દિનેશ બાંભણિયા પિતાની તબિયત સારી ન હોવાને લીધે કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટે આ મામલે મુદત આપતા વધુ સુનાવણી ૨૬મી ઓક્ટોબરના રોજ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ દલીલ કરી કે ગત મુદતે પણ દિનેશ ભામણિયા હાજર રહ્યા ન હતા અને ફરીવાર આવી ઘટના બની છે કે તેઓ હાજર રહ્યા નથી. સરકારી વકીલ દિનેશ ભામણિયા વિરુદ્ધ બિન-જમીન પાત્ર વોરંટ જારી કરવાની વાત કરી હતી.
વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પાટેલ સહિતના પાટીદાર બંધુઓ પર રાજદ્રોહની ફરિયાદ દાખલ થઈ હતી જે કેસમાં આરોપીઓ હાલ જમીન પર છે. આ કેસની સુનવણી હાલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY