ભરૂચ સિવિલ હોસ્પિટલ માં પડતી હાલાકી ને લઈ એક્સ-રે મશીનની તાતી જરૂરિયાત હોઈ જે બાબતે વાગરા તાલુકાના જોલવા ગામે આવેલી ફિલાટેક્સ ઈન્ડિયા કંપની દ્વારા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બ્રિજેશ પટેલના નેજા હેથળ ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ગુરુવારે ડિજિટલ એક્ષરે મશીન મુકવામાં આવ્યું હતું.ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ દહેજ સદગત રામ અવતાર ભગેરીયાના સ્મરણાર્થે ડિજિટલ એક્સ-રે મશીનને ભગેરીયા પરીવારના પૌત્ર વેદાંશ માધવ ભાગેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત અને અરુણસિંહ રાણા સહિત સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી, આર.એમ.ઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા મશીનની માહિતી લઈને જણાવ્યું હતું કે હવે દર્દીઓને અેકસ-રે માટે સિવિલ હોસ્પિટલની બહાર જવાની જરુર નથી જે નવી ટેક્નોલોજી ધરવાતું એકસ-રે મશીન અાજ થી જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવ્યું છે.કાર્યક્રમમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠી,ધારાસભ્ય અરુણસિંહ રાણાના પુત્ર અજય રણા, કંપનીના સોમપ્રકાશ દવે, અેચ આર હેડ રવિન્દ્ર વર્મા તેમજ કંપનીના અધિકારીઆે અને સ્ટાફ હાજર રહ્યો હતો.તેમજ સિવિલ હોસ્પિટલ ના સીડીઅેમઆે તેમજ અન્ય અધિકારીઓ અને સ્ટાફ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







