ભરૂચ જીલ્લાની દહેજ ખાતે આવેલી ખેતાન કેમીકલ કંપનીમાં કામ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ખેતાન કંપનીમાં કામ કરતાં કામદાર એસિડ ટેન્ક ઉપરથી નીચે પટકાતા મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.
દહેજ જીઆઈડીસીમાં આવેલી ખેતાન કેમિકલ નામની કંપનીમાં એક કામદાર શુકવારે ફરજ ઉપર હતો.દરમિયાન એસિડના ટેન્ક ઉપર સફાઇની કામગીરી કરી રહ્યો હતો.તેવામાં કોઈ કારણોસર તેનું સંતુલન નહીં રહેતાં ૨૦ ફૂટ નીચે પટકાયો હતો.પટકાયેલા કામદારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.તો બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડીયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



