અગ્નિ અખાડાના સભાપતિ તરીકે પુ.મુક્તાનંદબાપુની નિમણૂંક

0
11

જૂનાગઢ,તા.૧૯
જુનાગઢના બીલખામાં આજે પુ. ગોપાલાનંદબાપુ નો ભંડારો અને અગ્નિ અખાડાના સભાપતિ તરીકેની નિમણુક માટેની ધર્મસભા યોજાઈ હતી, જેમાં અગ્નિ અખાડાના સભાપતિ તરીકે પુ. મુક્તાનંદબાપુની નિમણુક કરવામાં આવી હતી. ૨૧ ગામનો ધુવાળાબંધ કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય સાધુ સમાજના અને દેશના વરિષ્ટ સંત પુ. ગોપાલાનંદજી મહારાજનો આજે ભંડારો યોજાયો હતો. જેમાં ગુજરાત શાખાના તથા ભારત સાધુ સમાજના અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા. બીલખા તેમજ આજુબાજુના ૨૧ ગામો ના ૪૦ હજાર કરતા પણ વધારે ભાવિકોએ ભંડારામાં પ્રસાદી લીધી હતી. આ પ્રસંગે સેવાભાવી સંત પુ. મુક્તાનંદબાપુને અગ્નિ અખાડાના સભાપતિ બનાવવામાં આવ્યા હતા તેમજ બ્રહ્મલીન પુ. ગોપાલાનંદ બાપુની ઈચ્છા મુજબ તેમની જગ્યાએ અલગ અલગ મંદિરોમાં મહંતોની ચાદરવિધિ કરાઈ હતી.
આ પ્રસંગે અગ્નિ અખાડાના સભાપતી તરીકે પુ. મુક્તાનંદની નિમણુક કરવામાં આવી હતી તેમજ બ્રહ્મલીન પુ. ગોપલાનંદ બાપુની પાંચ પેઢીથી સેવા ચાકરી કરતા રાવલ પરિવારને બાપુની ઈચ્છા મુજબ તેમની તમામ મિલકતમાંથી ૪૬ વીઘા જમીન, રહેવા માટે એક મકાન અને બાપુની નવી ખરીદેલી કાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
પુ. ગોપાલાનંદ બાપુની સેવા કરનાર રાવલ પરિવાર દ્વારા બાપુની યાદગીરી સ્વરૂપે આ તમામ વસ્તુઓનો સ્વીકાર કર્યો હતો અને બાપુની શ્રદ્ધાંજલિ આપી હતી. પુ. બાપુ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY