સુરેન્દ્રનગર,તા.૨૧
સુરેન્દ્રનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને શ્રીરામ પેપર મીલનાં માલિક છબીલદાસ પટેલ અને તેમના પત્ની જશુબેન પટેલે સજાડે નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં છબીલ પટેલનું મોત થયુ હતુ અને તેમના પત્નીને બચાવ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પટેલ સમાજનાં ટોળાએ હોસ્પિટલે ધસી આવી દંપતીને મરવા માટે મજબુર કરનારા શખ્શો સામે ગુનો દાખલ કરોની માંગણી કરી હતી. જા કે ૪૦ કલાકથી વધુનો સમય વિતવા છતા આ કેસમાં કોઇ હ્લૈંઇ દાખલ ન થતા પરિવારજનોએ ડેડબોડીનો સ્વીકાર કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો.
ખુદ ભાજપનાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પણ આ મામલે પોલીસ સ્ટેશન આવી પોહોચ્યા હતા છતા આ કેસમાં કોઇ ફરિયાદ દાખલ ના કરાતા ડેડબાડી હોસ્પિટલનાં રૂમમાં પડી રહી હતી. આ કેસમાં બિઝનેસમેન છબીલ પટેલનાં સુસાઇડ બાદ એમના બન્ને પુત્રો જેમાં મોટા પુત્ર હિમાંશુ પટેલ જે દોઢ મહીનાથી જેલમાં હતો તેમણે મીડિયા સામે આવી કહ્યું કે ૧૨ લોકો રૂપિયા માટે ટાર્ચર કરતા હતા જેનાં કારણે મારા પિતાએ આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો.
આ શખ્શોએ ૧૬૦ કોરા ચેકોમાં સહી કરાવી લીધી હતી. બાદમાં ચેક રીટર્નનાં કેસો કરી અમારી પર કેસ દાખલ કર્યા હતા જે લોકો મારા પિતાને ટાર્ચર કરતા હતા. જેથી મારા પિતાએ આ પઞલું ભર્યુ હતુ. તેમણે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરો પછી જ ડેડબોડી સ્વીકારાશે તેવું કહ્યું હતુ. ઘટનાને ૪૦ કલાકથી વધુનો સમય વિતવા છતા પણ કોઇપણ કાર્યવાહી કરવામાં નથી આવી અને મીડિયા સામે પણ પોલીસે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો, જેથી પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ દાયરામાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





