ગરુડેશ્વર ના ઝરવાની થી એલ સી બી એ 27 હજાર નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
68

જોકે પોલીસ ને જોઈ બુટલેગરો દારૂ ફેંકી નાસી છૂટતા શોધખોળ શરુ કરાઈ

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા ની કડક સૂચના હેઠળ દારૂ જુગાર બાબતે નર્મદા એલ સી બી ના પી એસ આઈ એ.ડી.મહંત.ટિમ સાથે ગરુડેશ્વર વિસ્તાર માં ગતરોજ પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળેલ કે જુનવદ ગામના સાજન બાબુ તડવી મહારાષ્ટ્ર ના વડફડી ગામના જાનિયા માંગતા વસાવા પાસે થી વિદેશી દારૂ લેવા ગયેલ છે જેથી પોલીસે ઝરવાની પાસે બાતમી વાળી બાઈક સાજન બાબુ તડવી સામે થી લઇ આવતા જોયો પરંતુ પોલીસ ને જોઈ ચાલુ બાઇકે દારૂ નો જથ્થો રસ્તા પર નાખી બાઈક લઈ એ ફરાર થઈ જતા પોલીસે કુલ રૂપિયા 27,350/- નો દારૂ બિયર નો જથ્થો ઝડપી બંને આરોપીયો વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેકેશન માં પ્રવાસીઓ વધતા દારૂ નો ધંધો વધ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે પરંતુ આ દુસણ ને પરિણામે કયારેક દુર્ઘટના પણ સર્જાય છે ત્યારે જિલ્લા એલસીબી ની આ કામગીરી આવકારદાયક ગણાવી શકાય.

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY