મહેસાણા,તા.૨૧
મહેસાણા બાય-પાસ પાસેથી બાતમીને આધારે ન્ઝ્રમ્એ દારૂ ભરેલું ટ્રક પકડી પાડ્યું હતુ. આ દારૂનો મોટો જથ્થો હરિયાણાનાં અંબાલાથી લાવવામાં આવી રહ્યો હતો અને જુનાગઢ લઇ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રેલરમાંથી ૮૩૩ પેટી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રેલરની કિંમત ૧૫ લાખ સાથે કુલ ૫૩,૮૦,૮૦૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ હરિયાણાનાં અંબાલાથી ૮૩૩ પેટી દારૂ સાથે ગુજરાત આવી રહ્યો હતો. આ દારૂ જુનાગઢ લઇ જવામાં આવી રહ્યો હતો. જા કે પોલીસને બાતમી મળી ગઈ હતી અને પોલીસે તેના આધારે દારૂ જુનાગઢ પહોંચે તે પહેલા જ મહેસાણા બાય-પાસ હાઈવે પાસેથી ટ્રેલર ઝડપી પાડ્યું હતુ. સાથે ન્ઝ્રમ્એ ટ્રેલર ચાલકને પણ દબોચ્યો હતો.
દારૂની પેટીઓને સલામત રીતે ગુજરાતમાં દાખલ કરવા ચોખાની બોરીઓની આડમાં છુપાવવામાં આવી હતી. જા કે તેમની આ ચાલ સફળ નહોતી રહી અને સાબદી પોલીસે દારૂ જુનાગઢ પહોંચે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






