મહિલાઓ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે બહુ ખરાબ છે : અમિતાભ બચ્ચન

0
10

મુંબઈ,તા.૧૧
બોલિવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. અમિતાભ બચ્ચન આજે ૭૬ વર્ષનાં થઈ ગયા છે. બીગ બીનાં જન્મદિવસના એક દિવસ પહેલા બુધવાર સાંજે તેમણે એક ઈન્ટરવ્યૂમાં મહિલાઓ પર થતા યૌન શોષણ પર ટિપ્પણી કરી હતી. #MeToo કેમ્પેન દરમિયાન અત્યારે દેશભરમાં ઘણા બધા દિગ્ગજ લોકોના નામ ઉછળ્યા છે. ઈંસ્ી્‌ર્ર્ કેમ્પેન પર પહેલી વખત અમિતાભ બચ્ચને મૌન તોડ્યુ છે.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આ બાબત પર નિવેદન આપતા કહ્યું છે કે, ‘મહિલાઓ સાથે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે બહું ખરાબ છે. કોઈ પણ મહિલા સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર અથવા તો અપમાનજનક વ્યવહાર ન કરવો જાઈએ.’ અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું કે તેઓ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને કેવી રીતે જાવો છે? જેના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, આજે ખાસ કરીને મનોરંજન ક્ષેત્રમાં યૌન શોષણનો મુદ્દો ખૂબ ગંભીર છે.
અમિતાભે કહ્યું કે, આવા કૃત્યોને જરા પણ સાંખી લેવા ન જાઈએ. યૌન શોષણની ફરિયાદો નોંધીને તેનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવો જાઈએ. અમિતાભ બચ્ચને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને ડામવાનાં બનતા તમામ પ્રયત્નો કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, અત્યારે દરેક સભ્યને પ્રાથમિક શિક્ષામાં જ સામાજીકતા, નૈતિકતા, અનુશાસનના પાઠ શિખવવા જાઈએ. મહિલાઓ, બાળકો અને સમાજનાં નબળા વર્ગને વિશેષ સુવિધા આપવામાં આવે તેવા કોઈ પગલા લેવા જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY