રાજપીપળા : રાજ્ય ભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને લઈને એકતા યાત્રા નું પ્રસ્થાન ગામે ગામ યોજાઈ રહ્યું છે ત્યારે ગામે ગામ એકતા યાત્રાના બેનરો લાગી ગયા છે જોકે આ બૅનરોમાં ઉપ મુખ્ય મંત્રી નીતિન પટેલ પોતે પાટીદાર આગેવાન હોય અને તેમનો જ ફોટો કપાઈ જતા વિવાદનો મધપૂડો ઉપડ્યો છે અને પાટીદારોમાં માં છૂપો રોષ ભભૂકી ઊઠ્ય છે,

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ઠેર ઠેર તંત્ર દ્વારા બેનરો મારવામાં આવ્યા છે અને એકતા યાત્રા ને સંબોધતા આ બેનરો માં વડા પ્રધાન નરેંદ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ફોટો મુકવામાં આવ્યા છે જોકે પાટીદાર સમાજ ને આગળ રાખવા અને વોટ બેન્ક માટે સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઉંચી પ્રતિમા બનાવી રહ્યા છે ત્યારે જેના લોકાર્પણ પ્રસંગે ગામેગામ લોહ પુરુષ ની વાતો ગાથાઓ પહોંચાડવા જે રથ પહોંચાડવા આવે છે તેના બેનરો પર અને હાલ જે એકતા યાત્રા ના બેનરો લાગેલા છે એ બેનરો પર ક્યાંય ઉપ મુખ્ય મંત્રી નીતિન પટેલ નો ફોટો જોવા મળતો નથી જોકે પાટીદાર આગેવાન તરીકે એક ચહેરો નીતિન પટેલનો રાખવો જરુરી બન્યો હતો પરંતુ સરકાર આ બેનરમાં તેમનો ફોટો ભૂલી ગઈ કે જાણી જોઈને છપાવ્યો નથી એ બાબત ચર્ચા એ છે પરંતુ હાલ પાટીદાર આગેવાનો માં આ માટે છૂપો રોષ ફેલાયો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








