સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચ ૩ હજાર કરોડની આસપાસ પહોંચે તેવી શક્યતા

0
5

ગાંધીનગર,તા.૨૪
વડોદરા નજીક આકાર લઇ રહેલા દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કુલ ખર્ચ અંદાજી ખર્ચ જાણીને તમે આંકડા ગણતા જ રહી જશો. જી હા સ્ટેચ્યુ ઓફ યુનિટીને તૈયાર કરવાનો ખર્ચ અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. જેનું આવનારી ૩૧મી આૅક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. આ સ્ટેચ્યુ માટે અત્યાર સુધીમાં કુલ ૨૧૦૦ કરોડથી વધુનો ખર્ચ થઇ ચૂકયો છે. આ સિવાય અંદાજીત હજુ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ પર ગુજરાત અને કેન્દ્ર સરકારની મદદથી અત્યાર સુધીમાં કુલ ૨૧૩૧.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂકયો છે અને હજુ અંદાજે તેના પર બીજા ૩૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. એવામાં બાંધકામનો અંદાજે ૨૪૦૦ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ પહોંચી શકે છે. અત્યાર સુધીમાં થયેલા કુલ ખર્ચ ૨૧૩૧.૪૫ કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર દ્વારા ૩૦૦ કરોડ, રાજ્ય સરકારના અનુદાનમાંથી ૫૫૪ કરોડ અને કેન્દ્ર-રાજ્ય સરકારની પીએસયુ કંપનીઓના સીએસઆરના માધ્યમથી અંદાજે ૪૫૫ કરોડ રૂપિયા ખર્ચ કરાયો છે. આ સિવાય ૧૦૨ કરોડ રૂપિયા વિભિન્ન કરદાતાઓ અને ૩૬ લાખ રૂપિયા આૅનલાઇન ડોનેશન દ્વારા મળ્યા છે. આમ અંદાજે ૧૪૧૨.૨૭ કરોડ રૂપિયાની આવકના સાપેક્ષ ૨૨ આૅક્ટોબર ૨૦૧૮ સુધી ૨૧૩૧.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂકયો છે.
આપને જણાવી દઇએ કે સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને આખરી ઓપ આપવાનું કામ જારશોરથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી આૅક્ટોબરના રોજ તેમનું અનાવરણ કરશે. નર્મદા નદીની પાસે સાધુ બેટ દ્વીપ પર આવેલ પ્રતિમા માટે સતત અંદાજે ૩૪૦૦ મજૂર અને ૨૫૦ એન્જિનિયર કામ કરી રહ્યાં છે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઇ કરતાં બમણી અને રિયો ડી જાનેરોમાં ક્રાઇસ્ટ ધ રિડીમરથી ચાર ગણી હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY