આ ડીલમાં કોઈ ગેરરિતી નથી આચરાઈ,રિલાયંસ સાથે ૨૦૧૨થી સંબંધો છે રાફેલ ડીલ મુદ્દે અમે કોઈ પણ જાતની તપાસ માટે તૈયારઃ દસો એવિએશન

0
71

પેરિસ,તા.૨૬
રાફેલ યુદ્ધ વિમાનમાં ભારત સરકારે અનિલ અંબાણીની રિયાલંસને ફાયદો પહોંચાડવાના આરોપમાં ડેસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટૈપિયરે કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર હોવાનો ખુલ્લો પડકાર ફે્ંકયો છે. તેમણે કહ્યું છે કે, રિલાયંસ ગ્રુપ સાથે તેમની કંપનીને ૨૦૧૨થી સંબંધો છે. આ ડીલમાં કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી નથી. ભારત કે પછી ફ્રાંસ કોઈ પણ પ્રકારની તપાસમાં તેઓ આ વાત સાબિત પણ કરી બતાવશે.
એક જાણીતા અંગ્રેજી સમાચારપત્ર સાથેની વાતચીતમાં ટૈપિયરે જણાવ્યું હતું કે, એનડીએ સરકારે જે રીતે યુદ્ધ વિમાનોના ભાવ પર ડીલ કરી, તે ૨૦૧૪ પહેલા થયેલી વાતચીતની સરખામણીએ ૯ ટકા ઓછી છે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયંસ ડિફેંસને આ ડીલ માટે માત્ર ૮૫૦ કરોડ રૂપિયાના ઓફસેટ કોન્ટ્રાક્ટ મળશે.
તેમણે જણાવ્યું હતું કે, અંબાણી પરિવાર સાથે ડેસોલ્ટની વાત છેક ૨૦૧૨થી ચલી રહી છે. ડેસોલ્ટના સીઈઓ એ એગ્રિમેંટની વાત કરી રહ્યાં હતાં કે, જેમાં ડેસોલ્ટે ૧૨૬ યુદ્ધ વિમાનોની અગાઉની ડીલમાં ઓફસેટની જવાબદારી માટે મુકેશ અંબાણીની કંપની સાથે વાતચીત કરી હતી. ટૈપિયરના જણાવ્યા પ્રમાણે, રિલાયંસ સાથે અમારી ભાગીદારી છે, પરંતુ તેની શરૂઆત ૨૦૧૧માં એ સમયે થઈ હતી જ્યારે અમે ભારતમાં ભાગીદાર શોધી રહ્યાં હતાં. તે દરમિયાન અમને લાગ્યું કે રિલાયંસ અમને સુવિધાઓ પુરી પાડવા મ અટે અને દેશની જાણકારી આપવામાં સક્ષમ છે કારણ કે, ભારતમાં ફેક્ટરી સ્થાપવી એ કામ એટલું આસાન નથી. આ સ્થિતિમાં જાણકારી ધરાવતાઓની જરૂર પડે છે.
ડેસોલ્ટ સાથે રિલાયંસ ડિફેંસના જાઈંટ વેંચરને ૩૦ હજાર કરોડ રૂપિયાના ઓફસેટ આપવાના આરોપ પર ટૈપિયરે કહ્યું હતું કે, આ આંકડાઓ જ ખોટા છે. આ કંપની માટે માત્ર ૮૫૦ કરોડ રૂપિયા આપવાની જ યોજના બનાવવામાં આવી હતી. આ જાઈન્ટ વેંચરમાં અમે અત્યાર હાલ ૭૦ કરોડ રૂપિયાનુ કેપિટલ ઈન્વેસ્ટમેંટ કર્યું છે. આ જાઈન્ટ વેંચર (જેવી)માં ૫૧ ટકા ભાગીદારી રિલાયંસની છે, માટે અમે આ ૭૦ કરોડના ૯ ટકા રોકાણ કર્યું છે. આ કામ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અમે તેમાં રોકાણ વધારતા જઈશું. અમારી યોજના આ આકંડા ૮૫૦ કરોડ સુધી લઈ જવાનો છે. આમ ૫ વર્ષમાં અમારૂ રોકાણ ૪૯ ટકાની આસપાસ થઈ જશે. એટલે કે લગભગ ૪૨૫ કરોડ રૂપિયા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY