સુરત,તા.૨૬
એક ગામમાં પતિની ગેરહાજરીમાં ઘરે આવેલા પતિના મિત્રએ જ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં દુષ્કર્મ અને છેડતીના બનાવોમાં વધારો થતો રહ્યો હોય, એક ગામમાં પતિની ગેરહાજરીમાં ઘરે આવેલા પતિના મિત્રએ જ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ડોલવણ તાલુકામાં બળાત્કાના કિસ્સાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો રહ્યો છે. સગીર વયની બાળાઓ યુવતીઓ, પરિણીતાઓ વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી છે. ડોલવણ તાલુકામાં પાલાવાડીના રહેવાસી અને હાલમાં ઉમરવાવ નજીક ગામે રહી છોટા હાથી ટેમ્પો ચાલવતા કલ્પેશ ચંદુ ચૌધરી તેના મિત્રના ઘરે અવર જવર કરતો રહેતો હોવાથી મિત્રની પત્ની પણ તેને જાણીતી હતી. પરંતુ પતિ સુરત ખાતે કામ અર્થે રહેતા હોય, તે દરમિયાન તા. ૧૬મીના રોજ સાસુ-સસરા પણ હાજર ન હોવાથી તેણી એકલી હતી.
તે દરમિયાન કલ્પેશ ચૌધરીએ મિત્રના ઘરમાં ઘુસી તેની પત્ની સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના અંગે જા પતિ કે અન્યને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પરિણીતાને આપી હતી.
જાકે, બનાવ અંગે પરિણીતાએ પતિને જાણ કરતા તા. ૨૪ના રોજ ડોલવણ પોલીસ મથકેનરાધમ સામે કાયદેસરની ફરિયાદ કરી હતી. જા કે પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ પો.સ.ઇ.કે.એમ.છાસિયા કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





