રાજકોટ,તા.૨૮
શહેરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે કારખાનું ધરાવતાં રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ મનસુખભાઇ મુંગરા ગઈકાલે જુદી-જુદી આંગડિયા પેઢીમાંઓમાંથી પોતાની ફેક્ટરીના રૂ.૨.૮૦ લાખ લઇ પોતાના કારખાને આવ્યા હતા. કારખાના બહાર પોતાનું સ્કૂટર પાર્ક કરી તેઓ અંદર ગયા હતા. થોડીવારમાં જ નિકળી જવાનું હોવાથી તેણે રૂપિયા ડેકીમાં જ રહેવા દીધા હતા.
પરંતુ બહાર આવતા જ સ્કૂટરની ડેકી ખુલ્લી અને તેમાંથી રૂપિયા ગાયબ હોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. મિનિટોમાં રૂ.૨.૮૦ લાખની ચોરી થઇ જતાં રાજેશભાઇ અને તેમના પરિચિતોએ આસપાસમાં તપાસ કરી હતી. અને નજીકના સીસીટીવી ચેક કરતાં એક પ્રૌઢ સહિત બે શખ્સો એકિટવામાં આવ્યા હતા અને સ્કૂટરની ડેકી ખોલી તેમાંથી રકમ ચોરી જતાં નજરે પડ્યા હતા. જેને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે પણ આ જ વિસ્તારના એક કારખાનામાં નોકરી કરતાં મુકેશભાઇ મજેઠિયા રૂ.૨ લાખ લઇને કારખાને જવા નિકળ્યા હતા અને આનંદ બંગલા ચોકમાં પાનની દુકાને ઉભા હતા. ત્યારે તેની નજર ચૂકવી તેના સ્કૂટરની ડેકીમાંથી બે શખ્સ રૂ. ૨ લાખ ઉઠાવી ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






