બિલ્ડર અને લિફટ કંપનીના ઝઘડામાં ફલેટના રહીશોને ભારે હાલાકી

0
12

અમદાવાદ,તા.૩૧
ન્યૂ રાણિપ વિસ્તારમાં આવેલા આશ્રય-૯ અને આશ્રય-૧૦ ફલેટના બિલ્ડર કેવલ મહેતા અને એલિમેક એલિવેટર્સ નામની કંપની વચ્ચેના ઝઘડામાં સોસાયટીના રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે.
બિલ્ડર કેવલ મહેતાએ એલિમેક એલિવેટર્સ કંપનીના માલિકને હિસાબ પેટે રૂ.૧.પ૦ કરોડ નહીં ચૂકવતાં લિફટ કંપનીએ આશ્રય-૯ ફલેટની તમામ બ્લોકની લિફટ ગઇ કાલે બંધ કરી દીધી હતી, જેના કારણે ફલેટના રહીશોને ભારે હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે. લિફટ બંધ કરતાં કંપનીના માલિકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જ્યારે લિફટ બંધ કરતાં સોસાયટીના રહીશોએ લિફટ કંપનીના માલિક વિરુદ્ધમાં અરજી આપી છે.
શહેરના આશ્રય ડેવલપર્સના બિલ્ડર કેવલ મહેતાની આશ્રય-૯ ફલેટની સ્કીમમાં ઓઢવ રિંગરોડ પર આવેલી એલિમેક એલિવેટર્સ કંપનીના માલિક વિજય પટેલે ર૪ લિફટ એક વર્ષ પહેલાં ફિટ કરી હતી, જેના હિસાબ પેટે બિલ્ડર પાસેથી રૂ.૧.પ૦ કરોડ લેવાના બાકી નીકળે છે. બિલ્ડર દ્વારા રૂ.૧.પ૦ કરોડની ચુકવણી નહીં કરાતાં ગઇ કાલે એલિમેક એલિવેટર્સ કંપનીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં લિફટ બંધ કરવા અંગેની જાણ કરતી અરજી કરી આશ્રય-૯ની તમામ લિફટ બંધ કરી દીધી હતી. અચાનક લિફટ બંધ કરી દેવાતાં ફલેટના રહીશો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY