ન્યુ દિલ્હી,તા.૩૧
રોડ ટ્રન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક આદેશ બહાર પાડયો છે. જે અનુસાર ૧ જાન્યુઆરી ૨૦૧૯ અને તેના પછી રજીસ્ટ્રેશન થનાર ઓટો રીક્ષા અને ઇ-રીક્ષા સિવાયના દરેક પબ્લીક ટ્રાન્સપોર્ટ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ (વીએલટી) સીસ્ટમ અને ઇમરજન્સી બટન લગાવવું ફરજીયાત બનશે. દેશમાં સૌથી વધુ છેડતીનો ભોગ મહિલાઓ પબ્લીક ટ્રાન્સપોર્ટમાં બને છે. જેઓ આ તમામ છેડતીને ચૂપચાપ સહન કરી લેતી હોય છે કારણ કે બદનામીનો ડર હોય છે. હવે સરકારે પેનિક બટન આપી તેમના અવાજને બહાર લાવવાની કોશિષ કરી છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના જાઇન્ટ સેક્રેટરી પ્રિયંક ભારતીએ કહયું, ”પેસેન્જર વાહનોમાં વીએલટી ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ફરજીયાત બનશે. આ માટેનો આદેશ (બુધવારે) કરાયો છે અને તે આજથી જ લાગું પડશે. આ આદેશ નવા કોમર્શીયલ વાહનો માટે લાગુ પડે છે અને જુના વાહનોમાં તે લગાવવા માટે સરકાર તારીખ નક્કી કરશે અને તેને અમલી બનાવશે.
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના એક પ્રવકતાએ કહયું ”વીએલટી મેન્યુફેકચરરો આ સીસ્ટમની મોનીટરીંગ સીસ્ટમ બનાવવામાં મદદ કરશે. આ નિયમ પેસેન્જરોની ખાસ કરીને મહિલાઓની સલામતી માટે બનાવાયો છે. મંત્રાલયે વીએલટી અને ઇમરજન્સી બટન માટેની ઓપરેશનલ પ્રોસીજર પણ જાહેર કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



