અમદાવાદ,તા.૨૦
સામાન્ય રીતે છૂટાછેડા લીધા બાદ પતિ તેની પૂર્વ પત્નીનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં તેનાથી વિપરિત કિસ્સો બન્યો છે. પૂર્વ પત્નીએ પતિની જુના નોકરીના સ્થળે જઈ તોડફોડ કરી હતી. તેમજ કહ્યુ હતું કે, જ્યાં જ્યાં રહીશ કે નોકરી કરીશ ત્યાં ત્યાં આવી હું તોડફોડ કરીશ, એવી ધમકી આપી પૂર્વ પતિને લાફો માર્યો હતો. જેને પગલે પૂર્વ પતિએ પૂર્વ પત્ની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી અને તોડફોડની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ નડિયાદના ચકલાસીના રહેવાસી અને હાલમાં વસ્ત્રાપુરમાં રાધે પીજીમાં રહેતા અને નોકરી કરતા ધર્મેશભાઈ પારેખના લગ્ન ૨૦૦૧માં ઈસનપુરમાં રહેતી જયોતિ નામની યુવતી સાથે થયા હતા. જ્યોતિ ધર્મેશના કહ્યામાં ન હોવાથી તેઓએ ૨૦૧૭માં છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ ગઇકાલે પૂર્વ પત્ની જ્યોતિએ પૂર્વ પતિ ધર્મેશ પારેખ પહેલા જ્યાં નોકરી કરતા હતા એવા બોડકદેવમાં આવેલા બ્યુટીપાર્લરમાં જઇને તોડફોડ કરી હતી.
આ તોડફોડને પગલે બ્યુટી પાર્લરના સ્ટાફે ધર્મેશભાઇને ફોન કરી જણાવ્યું હતું કે,તમારી પત્ની અહીં આવી તોડફોડ કરે છે જલ્દી આવી જાવ. જેથી ધર્મેશભાઈ ત્યાં ગયા હતા. ધર્મેશભાઈએ પૂછતાં જ્યોતિએ જણાવ્યું હતું કે હું અહીં તોડફોડ કરવા આવી છું. હું અહીં નોકરી નથી કરતો બીજે કરું છું તેમ કહેતા જ જ્યોતિએ તેને લાફો મારી દીધો હતો.
આ દરમિયાન જ્યોતિએ બ્યુટીપાર્લરના સામાનની તોડફોડ કરી હતી અને કહ્યું હતું કે, તું જ્યાં જ્યાં રહીશ કે નોકરી કરીશ ત્યાં ત્યાં આવી તોડફોડ કરી હેરાન પરેશાન કરીશ તેમ કહી જતી રહી હતી. ધર્મેશભાઈએ આ અંગે જ્યોતિ (રહે, હાલ. ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



