ભુજ એલ.સી.બી. એ અબડાસા નજીકથી બે આરોપીઓ ને દારૂ અને ફ્રન્ટી કાર સાથે દબોચી લીધા

0
197

ભુજ કચ્છ: આજ રોજ એસ.કે.વાળા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી અને એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના તથા એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહીની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ સફળ કેસો શોધી કાઢવા એલ.સી.બી. પશ્વિમ કચ્છ ભુજની એક ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આજરોજ સાંજના વાયોર પો.સ્ટે.તાબેના વાગોઠ ત્રણ રસ્તાથી એ.બી.જી.કંપની તરફ જતા રસ્તે આવેલ જી.ઇ.બી.સબ સ્ટેશનની પાછળ બાવળોની ઝાડીઓમાં રેઇડ કરતા આરોપી ૧)દિગ્વીજયસિંહ રધુવિરસિંહ જાડેજા ઉ.વ.૨૨ ૨)પ્રહલાદસિંહ ઉર્ફે રવિરાજિસંહ જાડેજા ઉ.વ.રર રહે.બન્ને ગામ મોટી અકરી તા.અબડાસા વાળાઓને ભારતીય બનાવટની પરપ્રાતિય ઇગ્લીશદારૂ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૧૫ કિ.રૂા.૭૫,૨૫૦/- તથા દારૂનો જથ્થો હેરફેર કરવા વાપરેલ મારૂતિ ફંન્ટી કાર નં.જી.જે.૦૧.એચ.એસ.૪૯૭૩ કિ.રૂા.૩૦,૦૦૦/- એમ કુલ કિ.રૂા.૧,૦૫,૨૫૦/-ના મુદામાલ તથા આરોપીઓને ઝડપી પાડી વાયોર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY