હિટ એન્ડ રન : બે મિત્રો રીક્ષાની અડફેટે આવી જતાં એકનું મોત

0
27

સુરત,તા.૧૨
થોડા દિવસ પહેલા સુરતના ઉધના રોડ ઉપર ગુરુદ્વારા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. રીક્ષાની અડફેટે આવી જતા બે મિત્રો પૈકી એકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં નાગસેન નગર ખાતે રહેતા અવિનાશ રમેશભાઇ સાળુંકે (ઉ.વ. ૨૨)નું તારીખે ૮ ડિસેમ્બરે રાત્રે ૧ વાગ્યે મિત્ર રાજુ ગામીત સાથે બાઇક ઉપર બીઆરસી નજીક ગુરુદ્વારા પાસેથી પસાર થતો હતો. ત્યારે રીક્ષા ચાલકે તેને ટક્કર મારતા બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અવિનાશનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. યુવાનનું મોત થયાના સાથે જ પાંડેસરાના નાગસેન નગરમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ મહારાષ્ટ્રનો વતની અવિનાશ સંચાખાતામાં નોકરી કરતો હતો. અન્ય મિત્રની બહેનના લગ્નપ્રસંગમાં પીઠીની વિધિ હોવાથી તે મિત્ર રાજુ સાથે ત્યાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. ઉધના પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY