સાવધાન..!! રસ્તા પર વાહન પાર્ક કરશો તો ચૂકવવો પડશે ચાર્જ

0
12

અમદાવાદ,તા.૧૫
રાજ્યની પહેલીપાર્કિંગ પોલિસી-બાયલોઝને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી દેતાં હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં પણ નવી પા‹કગ પોલિસી અમલી થઇ રહી છે. આગામી સમયમાં અમદાવાદીઓ પણ સોસાયટી, કોમર્શિયલ કોમ્પ્લેકસ અને તેમના ખુલ્લા પ્લોટની જગ્યા પા‹કગ માટે ભાડે આપી શકશે એટલું જ નહીં, શહેરના પ્રીમિયમ ગણાતા રસ્તાઓ પર અમદાવાદ શહેરમાં નાગરિકોને હવે ઓન સ્ટ્રીટ પા‹કગ કરવા માટે ત્રણ કલાકના રૂ.૧૦થી ૬૦ ચૂકવવા પડશે. શહેરમાં ટૂંક સમયમાં લાગુ પડનારી પા‹કગ પોલિસી અંતર્ગત હવે શહેરના જાહેર રસ્તા પર કોઇ પણ નાગરિકને તેનું વાહન પાર્ક કરવું હશે તો તેના માટે પાકિંગના તગડા રૂપિયા ચૂકવવા પડશે.
આ અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે આ સપ્તાહમાં જ રાજ્યનાં મુખ્ય શહેરોમાં સુરતની જેમ પા‹કગ પોલિસી અમલી બનાવવા બાબતે ચર્ચા હાથ ધરાશે. ટૂંક સમયમાં અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં પાકિંગ પોલિસીનો અમલ કરાવાશે.
શહેરમાં આવી રહેલી નવી પાકિંગ પોલિસી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક પોલીસ જેવી જ નડતરરૂપ પાર્ક કરાયેલાં વાહનો ટોઈંગ કરવાની, લોક મારવાની, દંડ સહિત શિક્ષાત્મક પગલાંની સત્તા મળશે. મોટા ભાગના મુખ્ય રસ્તા તેને જાડતા આંતરિક જાહેર રસ્તા જેવા શહેરમાં ઘણાં આવાં સ્થાન છે ત્યાં ઓન સ્ટ્રીટ પાકિંગ ચાર્જ લાગુ થશે, જેમાં પાકિંગ ચાર્જ ઓછો વસૂલ કરાશે, તેવી જ રીતે મલ્ટિલેવલ પાકિંગ, ઓપન પ્લોટ, બીજાં જાહેર સ્થાન પર પાકિંગ થતાં વાહન પાસે ઓફ સ્ટ્રીટ પાકિંગ દર પ્રમાણમાં વધારે વસૂલવામાં આવશે, જેમાં ઓન સ્ટ્રીટ પા‹કગ દર વધુ રાખવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY