બાળક ૮૦ ફૂટ ઉંડા કૂવામાં પડતા દોરડુ બાંધી બહાર કઢાયો

0
16

જુનાગઢ,તા.૧૫
જૂનાગઢના ઈશાપુર ગામે કિશોર કુવામાં પડતાં રેસ્કીયું કરી બચાવી લેવાયો હતો. અચાનક રમતા રમતા કિશોર કૂવામાં પડ્યો હતો. આ અંગે કિશોરના પિતાએ ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી રેસ્કિયુંમાં જાડાઈ હતી. અંતે ભારે જહેમત બાદ ૮૦ ફૂટ ઉંડા કૂવામાંથી રેસ્કીયું કરી કિશોરને બહાર કાઢવામાં આવ્યો હતો. કિશોરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જુનાગઢ ના ઇશાપુર ગામે રહેતો ૮ વર્ષનો કરણ સુરેશભાઈ સુમિતા નામનો કિશોર તેના ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે તે અચાનક પાસે આવેલ કૂવામાં પડ્યો હતો. આ કૂવો ૮૦ ફૂટ ઊંડો હતો. આ મામલે ગામના સરપંચે તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી. જેથી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુવામાં પડેલ કિશોરને યુદ્ધના ધોરણે કામગીરી કરીને બહાર કઢાયો હતો. જાકે, કિશોરને જલ્દી જ બહાર કાઢવામાં લોકોને સફળતા મળી હતી, અને તેને રેસ્કીયું કરાયો હતો. કિશોર હેમખેમ બહાર આવતા તેના માતાપિતાને પણ હાશકારો થયો હતો. કિશોરને સારવાર માટે તાત્કાલિક જુનાગઢની સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયો હતો. હાલ બાળકની તબિયત સારી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY