સવારે આઠ વાગે મતગણતરી શરુ થશે,એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ નેતા અવસર નાકિયા જીતના પ્રબળ દાવેદાર
રાજકોટ,તા.૨૨
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની રવિવારે મત ગણતરી યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ ન હોવાથી સીધી મત ગણતરી શરૂ થનાર છે. જેમાં ૧૪ ટેબલ પર કુલ ૧૯ રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે અને અંદાજીત ચારેક કલાકમાં તમામ પરિણામો જાહેર થઈ જશે. ત્યારબાદ અંદાજે ૧૨ વાગ્યા આસપાસ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા બંનેમાંથી જે વિજેતા ઉમેદવાર બને તેમના દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવે તેવી શક્યતા છે.
રિટ‹નગ ઓફિસર એ.એચ.ચૌધરીના જણાવ્યા મુજબ, આ પેટા ચૂંટણીમાં કુલ ૨૬૨ મતદાન મથકો હતા. જેમાં ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧,૬૫,૩૨૫ મતદારોએ મત આપ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની જાગવાઇ મુજબ મત ગણતરી કેન્દ્રમાં ૧૪ ટેબલ ગોઠવવામાં આવશે અને મત ગણતરીમાં એકસાથે ૧૪ ઇવીએમમાં પડેલા મતોની ૧૮+૧ એમ ૧૯ રાઉન્ડમાં ગણતરી થશે. દરેક ટેબલ પર મત ગણતરી માટે માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મુકવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ય્દ્ગજી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ મંત્રી કુંવરજીનો નહીં પણ તેમના ચેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો ઘોડો વીનમાં છે. કોંગ્રેસમાંથી આ બેઠક પર સતત પાંચ વખત જીતનાર કુંવરજીએ પક્ષ બદલ્યા બાદ પણ જીતની તરફ હોવાનું બપોર સુધી જણાતું હતું. જા કે છેલ્લી ઘડીએ મતદાનના આંકડાઓએ બાજી પલટાવી નાંખી છે તેવું મનાય છે અને કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને વિધાનસભા ગૃહમાં બેસવાનો અવસર મળે તેમ એક્ઝીટ પોલનો ઇશારો જણાવી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠક માટે પેટા ચૂંટણીમાં આજે અંદાજે ૭૨% મતદાન થયું છે. જેમાં કુંવરજી બાવળીયાને ૪૫% અને નાકિયાને ૪૮% જ્યારે અન્યને ૭% મત મળવાની ધારણા છે, જેને આધારે કોંગ્રેસના અવસર નાકિયાને આશરે ૪૦૦૦ થી ૬૦૦૦ સુધીની સરસાઇથી જીતવાની શક્યતાઓ રહેલી છે. જાકે મતોની ટકાવારીમાં ફક્ત ત્રણ ટકાનો જ ફર્ક હોવાથી કટોક્ટની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે.
બીજી તરફ બુકી બજારનું માનીએ તો ભાજપના કુંવરજી બાવળીયા તેમાં નાકિયાને પાછીપાની કરાવે છે. બુકીઓ દ્વારા બાવળીયા માટે ૦.૪૦નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને નાકિયાની જીત માનવા તૈયાર ન હોવાથી તે માટેનો કોઈ ભાવ બોલાતો નથી. કુંવરજી દ્વારા ૫૧ હજારની લીડથી જીત થવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ૫-૭ હજાર મત કરતા વધુ સરસાઈ કોઈપણ પક્ષને મળવાની શક્યતા નહિવત છે. છતાં હાલ તો પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીના પરિણામોની બંને પક્ષો દ્વારા આતુરતાથી રાહ જાવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



